રાજકોટમાં 12 ફેબ્રુઆરી સુધી 8 ટ્રેન સંપૂર્ણ પણે રદ

રાજકોટમાં 12 ફેબ્રુઆરી સુધી 8 ટ્રેન સંપૂર્ણ પણે રદ

રાજકોટ ડિવિઝનમાં આવેલા બિલેશ્વર-રાજકોટ સેક્શનમાં ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવામાં આવશે. જેના કારણે 2થી 12 ફેબ્રુઆરી, 2023 સુધી રેલ ટ્રાફિકને અસર થશે. જેમાં 8 ટ્રેન સંપૂર્ણ પણે રદ, 11 ટ્રેન આંશિક રદ રહેશે. 6 ટ્રેન રિશિડ્યૂલ કરાઈ છે અને 6 તેના નિયત સમય કરતા મોડી ઉપડશે.

2થી 12 ફેબ્રુઆરી, 2023 સુધી રેલ ટ્રાફિકને અસર
વડોદરા-જામનગર ઇન્ટરસિટી 3થી 11 ફેબ્રુઆરી, જામનગર-વડોદરા ઇન્ટરસિટી 4થી 12 ફેબ્રુઆરી, રાજકોટ-પોરબંદર અને પોરબંદર-રાજકોટ એક્સપ્રેસ 7થી 11 ફેબ્રુઆરી, ઓખા-વેરાવળ એક્સપ્રેસ 6થી 11 ફેબ્રુઆરી, વેરાવળ-ઓખા એક્સપ્રેસ 7થી 12 ફેબ્રુઆરી, અમદાવાદ-ઓખા સ્પેશિયલ ટ્રેન 11 ફેબ્રુઆરી અને ઓખા-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન 12 ફેબ્રુઆરીના રોજ સંપૂર્ણપણે રદ રહેશે. આ ઉપરાંત 11 ટ્રેન આંશિક રદ કરાઈ છે જેમાં ભાવનગર-ઓખા એક્સપ્રેસ 2થી 10 ફેબ્રુઆરી સુધી સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રદ રહેશે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow