રાજકોટમાં વાહન પ૨ બેસવા મામલે 6 શખ્સોની દાદાગીરી

રાજકોટમાં વાહન પ૨ બેસવા મામલે 6 શખ્સોની દાદાગીરી

રાજકોટ શહેરમાં આવારા તત્વો બેફામ બન્યા હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જેમાં વિદ્યાનગર મેઇન રોડ પર વાહન પ૨ બેસવા મામલે 6 શખ્સોની દાદાગીરી કરી હતી અને મંગલમ લેબોરેટરીમાં ઘુસી યુવકને નજીવી બાબતે મારમાર્યો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થતાં તેનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર વિદ્યાનગર મેઇન રોડ પર આવેલી મંગલમ લેબોરેટરીમાં કામ કરતા યુવકના બાઇક પર બે આજાણ્યા શખ્સો બેઠા હતા, તેથી લેબોરેટરીમાં યુવકે બાઈક પર ન બેસવાનું જણાવ્યું હતું. તેનાથી એ બંને શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને થોડીવાર બાદ 6 જેટલા શખ્સો લેબોરેટરીમાં ધસી આવ્યા હતા અને પેલા યુવકને બહાર લઈ જઈને તેને મારમાર્યો હતો. આ અંગે યુવકે મીડિયાને જણાવ્યું હતું કે તેણે શાંતિપૂર્વક બાઈક પર બેસેલા લોકોને ત્યાં ન બેસવાનું સૂચન કર્યું હતું પરંતુ આટલી નજીક બાબતે 6 જેટલા શખ્સો સાથે એ બંને આવ્યા હતા અને તેને મારમાર્યો હતો.

સમગ્ર મામલે ભોગ બનનારી યુવકે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ પણ દાખલ કરી છે. જેના આધારે PI કે.એન.ભુંકણ અને સ્ટાફે વીડીયોમાં દેખાતા અને દાદાગીરી ક૨તા શખ્સોને પકડી લેવા તજવીજ શરૂ કરવામાં આવી છે.

Read more

શિવરાજગઢમાં ઘર કંકાસથી ત્રાસી પરિણીતાએ ફાંસો ખાધો

શિવરાજગઢમાં ઘર કંકાસથી ત્રાસી પરિણીતાએ ફાંસો ખાધો

ગોંડલના શિવરાજગઢ ગામે રહેતી 20 વર્ષીય પરિણીતા પૂજાબેન મકવાણાએ ગૃહ કંકાસથી કંટાળીને પોતાના ઘરે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા અરેરાટી વ્યા

By Gujaratnow
સુરતમાં અસામાજિક તત્વોએ ગણપતિ બાપાના બેનરો ફાડ્યા

સુરતમાં અસામાજિક તત્વોએ ગણપતિ બાપાના બેનરો ફાડ્યા

સુરત શહેરના વેસુ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ગણપતિ બાપાના આગમનના બેનરોમાં ફાડવામાં આવતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ ઘટના ગુ

By Gujaratnow