બનાસકાંઠાના ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 8 ઈસમો જુગાર રમતા ઝડપાયા

ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એલસીબી પોલીસે જુગાર રમતા આઠ જેટલા ઈસમોને ઝડપી પાડયા છે. જેમાં એલસીબી પોલીસે 17 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે લઇ આઠ ઈસમો વિરુદ્ધ ગઢ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા એલસીબી પોલીસ સ્ટાફને ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, ચંડીસર ગામની સીમમાં આવેલા એક ખેતરમાં તીનપતીનો હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. હકીકતના આધારે એલસીબી પોલીસે રેડ કરતા ખેતરમાં વાવેલ બાજરીના વાવેતર કરેલ ખેતરના સેઢા નજીક ઝાડ નીચે કેટલાક શખ્સો ભેગા મળી જુગાર રમી રહ્યા હતા. રેડ દરમિયાન રમેશજી ટાંકરવાડિયા ઠાકોર, સાહેબ ખાન અયુબ ખાન પોલાદી, ઇમરાન ખાન નૂરખાન પોલાદી, સુરેશકુમાર નાઈ, વિક્રમકુમાર સોલંકી, જીતુભાઈ માળી, મહેન્દ્રકુમાર લુહાણા, પ્રવીણભાઈ ચંડીસરા, જુગાર રમતા ઝડપાઈ આવતા તેની પાસેથી કુલ 17 હજાર 500 રૂપિયા મુદ્દામાલ સાથે ઝડપાયા હતા આઠે ઈસમો વિરુદ્ધ ગઢ પોલીસ સ્ટેશન ખાતે સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.