પ્રાંતિજના વાઘપુરમાં સાંસદ દીપસિંહ રાઠોડના ઘરમાંથી 8.70 લાખની ચોરી

પ્રાંતિજના વાઘપુરમાં સાંસદ દીપસિંહ રાઠોડના ઘરમાંથી 8.70 લાખની ચોરી

સાબરકાંઠા-અરવલ્લી સાંસદ દીપસિંહ રાઠોડ અમેરિકા ફરવા ગયાની તસ્કરોને ભનક લાગી જતાં પ્રાંતિજના વાઘપુર સ્થિત નિવાસી શાળા સંકુલમાં સાંસદના ઘરમાં ત્રાટકીને 6 કિલો ચાંદી 7 તોલા સોનાના દાગીના અને 1 લાખ જેટલી રોકડ મળી કુલ રૂ.8.70 લાખની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. ગામમાં રહેતા તેમના પુત્ર ત્રણેક દિવસ બાદ નિવાસી શાળા સંકુલમાં આવતા તૂટેલા તાળાં પર નજર પડતાં ચોરીની ખબર પડી હતી. જો કે શિક્ષકોને આ મામલે કંઈ ખબર ન હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. વાવાઝોડામાં સીસીટીવી સિસ્ટમને નુકસાન થતાં કેમેરા બંધ હોવાનું પોલીસ જણાવી રહી છે.

સાંસદ અમેરિકાના પ્રવાસે ગયા હતા
પ્રાંતિજના ભાગપુરમાં રહેતા રણજીતસિંહ દીપસિંહ રાઠોડ વાઘપુરમાં આવેલ નિવાસ શાળામાં ટ્રસ્ટી છે તેમના પિતા અને સાંસદ દીપસિંહ શંકરસિંહ રાઠોડ જે નિવાસ શાળામાં બનાવેલ મકાનમાં રહે છે. તા.12-04-23 ના રોજ સાંસદ અમેરિકાના પ્રવાસે ગયા હતા. રણજીતસિંહ રાઠોડના જણાવ્યા અનુસાર તા.17-04-23 ના રોજ ભાગપુરમાં હવન રાખેલ હોય ચીજવસ્તુ લેવા તેમના પિતાના મકાનનો દરવાજો ખોલ્યો હતો અને ત્યારબાદ તા. 20-04-23 ના રોજ રણજીતસિંહ રાઠોડ બપોરે બારેક વાગ્યાના સુમારે નિવાસ શાળામાં આવતા તેમના પિતાના ઘરના દરવાજાનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું જેથી અંદર તપાસ કરતાં બધો સામાન વેરવિખેર અને લોખંડની તિજોરીઓ ખુલ્લી જોવા મળી હતી.

Read more

રાજકોટ મનપાની સામાન્ય સભામાં 4 નગરસેવકો હાથ-કમરે પાટા બાંધીને પહોંચ્યા

રાજકોટ મનપાની સામાન્ય સભામાં 4 નગરસેવકો હાથ-કમરે પાટા બાંધીને પહોંચ્યા

રાજકોટ મનપાની સામાન્ય સભા (જનરલ બોર્ડ) આજે તોફાની બન્યું હતું. જેમાં વિરોધ પક્ષના કોર્પોરેટરોએ ખાડા મુદ્દે વિરોધ કરતા સામાન્ય સભા બહાર

By Gujaratnow
રાજકોટમાં પાનના ધંધાર્થી પર બે શખસનો સોડાબોટલથી હુમલો, મારી નાખવા ધમકી આપી

રાજકોટમાં પાનના ધંધાર્થી પર બે શખસનો સોડાબોટલથી હુમલો, મારી નાખવા ધમકી આપી

રાજકોટ શહેરમાં જાણે ખાખીનો ખોફ જ ન રહ્યો હોય એમ દર બે-ત્રણ દિવસે લુખ્ખાઓએ આતંક મચાવ્યો હોવાના સમાચાર સામે આવે છે. આજે(19 જુલાઈ) વધુ

By Gujaratnow