Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
morbi

મોરબી હોનારતમાં માતા-પિતાને ગુમાવનાર બાળકીની મદદે આવી અમદાવાદની 74 શાળાઓ, લાખો રૂપિયાની કરી સહાય

Gujaratnow2 min read
મોરબી હોનારતમાં માતા-પિતાને ગુમાવનાર બાળકીની મદદે આવી અમદાવાદની 74 શાળાઓ, લાખો રૂપિયાની કરી સહાય

મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનાએ સમગ્ર રાજ્ય સહિત દેશને હચમચાવી દીધો હતો. આ દુર્ઘટનામાં 135 નિર્દોષ લોકોના મૃત્યુ થયા હતા. જેમા કેટલાય બાળકોએ માતા-પિતા અથવા બંનેમાંથી એકને ગુમાવ્યા છે. ત્યારે માતા-પિતા ગુમાવનાર બાળકોને મદદ કરવા માટે અનેક સંસ્થાઓ તેમજ સ્કૂલો આગળ આવી છે.

જીલ્લા શિક્ષણાધિકારીએ સ્કૂલોને કરી હતી અપીલ
આ ગોઝારી ઘટનામાં અમદાવાદ શહેરની 4 વર્ષની બાળકીએ માતા પિતા ગુમાવ્યા હતાં. ત્યારે અમદાવાદ જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા સ્કૂલોને સહાય કરવા માટે અપીલ કરી હતી. જેમાં અમદાવાદની 74 સ્કૂલોએ રૂ.3.13 લાખની સહાય બાળકીને કરી છે.  આ દુર્ઘટનામાં કેટલાય બાળકોએ તેમના માતા-પિતા અથવા બે માંથી કોઈ એક વ્યક્તિ ગુમાવ્યા છે.

અદાણી ફાઉન્ડેશન દ્વારા પણ ભૂલકાઓને મદદ કરવામાં આવી
મોરબીમાં તા.10 નવેમ્બરના રોજ મોરબી પુલ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં 135 લોકોએ જીમ ગુમાવ્યા હતા. આ ગોઝારી ઘટનામાં 20 ભૂલકાઓએ માતા-પિતા અથવા બે માંથી એક વ્યક્તિને ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે આ બાળકોની મદદ કરવા માટે અદાણી ફાઉન્ડેશન દ્વારા રૂ.5 કરોડ આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

અદાણી ફાઉન્ડેશને મોરબી જીલ્લા વહીવટી તંત્ર સાથે પણ ચર્ચા કરી
આ ગોઝારી દુર્ઘટનામાં 7 બાળકોએ તેમના માતા અને પિતા બંનેને ગુમાવ્યા છે. જ્યારે 12 બાળકોએ બંનેમાંથી કોઈ એક વ્યક્તિને ગુમાવ્યા છે. આ બાળકોની વ્હારે અદાણી ફાઉન્ડેશને મોરબી જીલ્લા વહીવટી તંત્ર સાથે આ તમામ બાળકો તેમજ પુલની દુર્ઘટનામાં પતિને ગુમાવનાર સગર્ભા મહિલાના બાળક માટે પણ રૂ.25 લાખની ફીક્સ ઉભી કરવાની પ્રક્રિયા પણ હાથ ધરાઈ છે.

Gujaratnow2 min read

Related News