જોબ સેક્ટરમાં છટણીના દોર વચ્ચે 71% ભારતીય વર્કિંગ પ્રોફેશનલ્સને નોકરી કાયમ રહેવાનો ભરોસો

જોબ સેક્ટરમાં છટણીના દોર વચ્ચે 71% ભારતીય વર્કિંગ પ્રોફેશનલ્સને નોકરી કાયમ રહેવાનો ભરોસો

દુનિયાભરમાં છટણીઓના દોર છતાં ભારતમાં 10માંથી 7 પ્રોફેશનલ્સ આ વર્ષે પોતાની નોકરી કાયમ રહેવાને લઇને આશાવાદી વલણ ધરાવે છે. અહીં વધુ રસપ્રદ વાત એ છે કે આ વર્ષે અલગ અલગ અનુભવ ધરાવતા લોકોની વચ્ચે નોકરી કાયમ રહેવાને લઇને ભરોસો પણ અલગ અલગ છે. એડટેક પ્લેટફોર્મ ગ્રેટ લર્નિંગના જારી થયેલા એક રિપોર્ટ અનુસાર અનિશ્વિત મેક્રો ઇકોનોમિક માહોલની વચ્ચે 6 વર્ષથી વધુ અનુભવ ધરાવતા 83% ભારતીય પ્રોફેશનલ્સને પોતાની નોકરી યથાવત્ રહેશે તેવો ભરોસો છે. જ્યારે ફ્રેશર્સથી લઇને 6 વર્ષ સુધીનો અનુભવ ધરાવતા 63% પ્રોફેશનલ્સને નોકરી કાયમ રહેવાને લઇને આશાવાદ ધરાવે છે.

વર્કિંગ પ્રોફેશનલ્સમાં કૌશલ્ય વિકાસને લઇન પણ જાગૃતિ વધી
રિપોર્ટ અનુસાર ભારતીય પ્રોફેશનલ્સમાં ભવિષ્યના ગ્રોથને લઇને તેમજ સ્કિલ ડેવલપમેન્ટને લઇને પણ જાગરુકતા વધી રહી છે. 2022માં જ્યાં 79% પ્રોફેશનલ્સ અપ સ્કિંલિંગ કરવા માંગે છે ત્યારે આ વર્ષે અપ સ્કિલિંગની ઇચ્છા ધરાવતા લોકોની ટકાવારી વધીને 83 ટકા થઇ ચૂકી છે. જો કે અપ સ્કિલિંગમાં રોકાણ કરવા માટે ઇચ્છુક મહિલાઓની સંખ્યા હજુ પણ ખૂબ જ ઓછી છે. 8 વર્ષથી વધુ અનુભવ ધરાવતી 11.3% મહિલાઓ અપ સ્કિલિંગમાં રૂચિ ધરાવે છે જ્યારે 8 વર્ષથી ઓછો અનુભવ ધરાવતી 38.4% મહિલાઓએ એવી રૂચિ
દર્શાવી છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow