ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 70 હજાર ગુણી ડુંગળીની આવક નોંધાઈ

ગુજરાતનું અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક નોંધાઈ છે. જેમાં અંદાજે 70 હજાર કરતા વધુ ડુંગળીની ગુણીની આવક નોંધાઈ હતી અને યાર્ડના મુખ્ય ગેઈટથી બંને બાજુ 3 થી 4 કીમી સુધીની લાંબી કતારોમાં અંદાજે 1000 થી 1200 વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી. હરરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવ રૂપિયા 100 થી 250 સુધીના બોલાયા હતા. બીજી તરફ ખેડૂતોને પૂરતા ભાવો ના મળતા પણ ખેડૂતોમાં પણ રોષ જોવા મળ્યો હતો.

ખેડૂતોની વિવિધ જણસીના મોટા જથ્થામાં સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પોતાનો માલ વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે. આજરોજ 70 હજાર ગુણી ડુંગળીની આવક નોંધાઈ છે. સામે તેટલા જ માલનો નિકાલો કરવામાં આવે છે.

બે દિવસ પૂર્વે પણ ગોંડલ માર્કેટ યાર્ડમાં લસણની ઐતિહાસિક આવક 1.50 લાખ ગુણીની નોંધપાત્ર આવક થવા પામી હતી. ત્યારે માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીની વિપુલ પ્રમાણમાં આવક નોંધાઈ છે. ખાસ કરીને બીજી અનેક સુવિધાઓ ગોંડલ યાર્ડમાં મળી રહે છે. તે માટે ગોંડલ માર્કેટિંગ યાર્ડને પ્રથમ પસંદગી કરે છે. ત્યારે આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની પુસ્કળ આવક જોવા મળી છે. કર્ણાટક, આંધ્ર પ્રદેશ, રાજસ્થાન, પંજાબ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહીતના વિવિધ રાજ્યો ના વ્યાપારીઓ આ માલ ની ખરીદી કરવા પહોંચ્યા હતા.