લીબિયામાં વાવાઝોડું અને પૂરમાં 7 હજારના મોત

લીબિયામાં વાવાઝોડું અને પૂરમાં 7 હજારના મોત

આફ્રિકન દેશ લિબિયામાં વાવાઝોડુ ડેનિયલ અને પૂરે ભારે વિનાશ વેર્યો છે. વાવાઝોડા બાદ 10 હજારની વસ્તી ધરાવતા ડેર્ના શહેર નજીક બે ડેમ તૂટી ગયા છે. જેના કારણે સમગ્ર શહેરનો વિનાશ થયો છે.

અલ જઝીરાએ સ્થાનિક અધિકારીઓને ટાંકીને કહ્યું કે દેશમાં અત્યાર સુધીમાં 6,900 લોકોના મોત થયા છે. હજી પણ આંકડો વધવાનો અંદાજ છે. સાઉદી અખબાર 'ધ નેશનલ'ના પત્રકારના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 6886 મૃતદેહો મળી આવ્યા છે. માત્ર 700 મૃતદેહો છે જેની ઓળખ થઈ શકી છે. 20 હજારથી વધુ લોકો ગુમ થયા છે.

લિબિયન સિક્યોરિટી ફોર્સ અનુસાર, 4 દેશો તુર્કી, ઈટાલી, કતાર અને યુએઈ પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં મદદ કરી રહ્યા છે. અહીં મેડિકલના સાધનો, દવાઓ અને ખાવા-પીવાની ચીજો પહોંચાડવામાં આવી રહી છે. ઇજિપ્ત, જોર્ડન, ટ્યુનિશિયા અને કુવૈતે પણ મદદ કરવાનું કહ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર, યુરોપિયન યુનિયન અને અમેરિકા પણ ઈમરજન્સી ફંડ જાહેર કરી રહ્યા છે.

Read more

મોદી રાજ્યસભામાં ન પહોંચ્યા, ખડગેએ કહ્યું- આ ગૃહનું અપમાન

મોદી રાજ્યસભામાં ન પહોંચ્યા, ખડગેએ કહ્યું- આ ગૃહનું અપમાન

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ખાસ ચર્ચામાં લગભગ દોઢ કલાક ભાષણ આપ્યું. સાંજે 7 વાગ્યે જ્યારે તે

By Gujaratnow