7 જુનિયર ડોક્ટરને 3 સિનિયરે બેલ્ટ અને શૂઝથી ફટકાર્યા

7 જુનિયર ડોક્ટરને 3 સિનિયરે બેલ્ટ અને શૂઝથી ફટકાર્યા

અમદાવાદની બી.જે. મેડિકલમાં અભ્યાસ કરતા ઓર્થોપેડિકના રેસિડેન્ટ ડોક્ટર સાથે રેગિંગની ઘટના બની છે. ત્રણ સિનિયર રેસિડેન્ટ ડોક્ટરે 7 જુનિયર રેસિડેન્ટ ડોક્ટરનું રેગિંગ કર્યું છે. એક-બે વાર નહીં પરંતુ અવાર નવાર સિનિયર દ્વારા જુનિયર ડોક્ટરને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. આ અંગે ગઈકાલે સાંજે બી.જે. મેડિકલ કોલેજને ફરિયાદ મળતા કોલેજ દ્વારા એન્ટી રેગિંગ કમિટીને તપાસ સોંપવામાં આવશે. તપાસ બાદ રેગિંગ કરનાર વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

સિનિયર્સની માનસિક અને શારીરિક હેરાનગતિ
રેગિંગ કરવું એ કાયદેસર ગુનો છે છતાં બી.જે. મેડિકલ કોલેજમાં અવાર નવાર રેગિંગની ઘટના બને છે. ત્યારે મંગળવારે બપોરે ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટના R-2 ડોક્ટરોએ લેખિતમાં ફરિયાદ આપી હતી કે, તેમના જ ડિપાર્ટમેન્ટના R-3 ડોક્ટર દ્વારા અવારનવાર હેરાન પરેશાન કરવામાં આવે છે. સિનિયર્સ દ્વારા માનસિક અને શારીરિક હેરાનગતિ કરવામાં આવે છે. સ્ટિપ્સ, પ્લેન્ક્સ, સ્કોટ્સ, તમાચા મારવા, રબરની પાઇપથી મારવા અને જૂતા વડે માર મારવામાં આવે છે.

સંબંધિત લોકોની પણ પૂછપરછ કરવામાં આવશે
ઓર્થોપેડિકના વડાએ આ ફરિયાદ બી.જે. મેડિકલ કોલેજને આપી હતી. બી.જે. મેડિકલ કોલેજના PGમાં ડાયરેક્ટર દ્વારા આ ફરિયાદ મળતા જ તપાસ કરવામાં આવી રહી છે. ફરિયાદ કરનાર વિદ્યાર્થી અને રેગિંગ કરનાર વિદ્યાર્થીઓને રૂબરૂ બોલાવીને તપાસ કરવામાં આવશે. આ સાથે સંબંધિત લોકોની પણ પૂછપરછ કરવામાં આવશે. આ સમગ્ર મામલો એન્ટી રેગિંગ કમિટીને પણ સોંપવામાં આવશે.

બી.જે. મેડિકલની એન્ટી રેગિંગ કમિટી બનશે
​​​​​​​બી.જે. મેડિકલની એન્ટી રેગિંગ કમિટી બનશે. જેમાં 11 સભ્યો ઇન્સ્ટિટ્યૂટના, 1 ધરાસભ્ય, 1 પોલીસ ઇન્સ્પેક્ટર અને 1 મીડિયા કર્મીને રાખવામાં આવશે. આજે આ કમિટીની બેઠક પણ મળશે. એન્ટી રેગિંગ કમિટી દ્વારા ફરિયાદમાં ઉલ્લેખ તમામ લોકોની પૂછપરછ કરવામાં આવશે. તપાસના અંતે રિપોર્ટ બી.જે. મેડિકલ કોલેજને સોંપવામાં આવશે. બી.જે. મેડિકલ કોલેજ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. સસ્પેન્ડ કરવાથી લઈને રસ્ટિકેટેડ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.

અગાઉ પણ ઓર્થોપેડિક વિભાગમાંથી ફરિયાદ મળી હતી
અગાઉ પણ ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટમાંથી રેગિંગની ફરિયાદ મળી હતી. આ ફરિયાદમાં સ્ટુડન્ટ અભ્યાસ છોડીને જતો રહ્યો હતો. સ્ટુડન્ટ સાથે પણ આ પ્રકારે મારામારી, સ્ટિપ્સ, પ્લેનક્સ સહિતની હેરાનગતિ કરવામાં આવતી હતી. પરંતુ સ્ટુડન્ટે માત્ર એડમિશન લીધું હતું અને ડિપાર્ટમેન્ટ જોઈન નહોતું કર્યું, માટે તેની ફરિયાદ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી.

જવાબદારો સામે સખત કાર્યવાહી કરવામાં આવશે
​​​​​​​બી.જે. મેડિકલના પીજી અને રિસર્ચના ડાયરેક્ટર મીનાક્ષી પરીખે જણાવ્યું હતું કે, અમે અવારનવાર રેગિંગ ન કરવા માટે સૂચના આપીએ છીએ. વિદ્યાર્થીઓને તેમના હક અને ફરજ અંગે પણ સમજ આપીએ છીએ. રેગિંગની ફરિયાદ કરવી, કોને કરવી તે અંગે પણ માહિતી આપતા રહીએ છીએ. છતાં આજે રેગિંગની ઘટના બની છે તેમાં જવાબદારો સામે સખત કાર્યવાહી કરવામાં આવશે.

Read more

ટ્રમ્પનો આદેશ - અમેરિકાનો ધ્વજ સળગાવનારને જેલ થશે

ટ્રમ્પનો આદેશ - અમેરિકાનો ધ્વજ સળગાવનારને જેલ થશે

સોમવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે બે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા. પહેલા ઓર્ડરમાં, પૈસા જમા કરાવ્યા વિના આરોપીઓને મુક્ત કરવાની

By Gujaratnow
બાંગ્લાદેશે કહ્યું- પાકિસ્તાન 1971ના નરસંહારની માફી માગે

બાંગ્લાદેશે કહ્યું- પાકિસ્તાન 1971ના નરસંહારની માફી માગે

બાંગ્લાદેશે પાકિસ્તાનને 1971ના નરસંહાર માટે માફી માગવા કહ્યું છે. હકીકતમાં પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ પ્રધાન મોહમ્મદ ઇશાક ડારે

By Gujaratnow
રેખા ઝુનઝુનવાલા પર ઇનસાઇડર ટ્રેડિંગનો આરોપ

રેખા ઝુનઝુનવાલા પર ઇનસાઇડર ટ્રેડિંગનો આરોપ

રેખા ઝુનઝુનવાલા પર ઇનસાઇડર ટ્રેડિંગનો આરોપ છે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાએ આ આરોપો લગાવ્યા છે. આ આરોપો એટલા માટે લગાવવામાં આવી રહ્યા

By Gujaratnow