રાજકોટની યોગેશ્વર ડેરીમાંથી વાસી શિખંડ,ફૂગવાળી મીઠાઈ, ભેસેળિયા માવા સહિત 650 કિલો અખાદ્ય ખોરાક ઝડપાયો

રાજકોટની યોગેશ્વર ડેરીમાંથી વાસી શિખંડ,ફૂગવાળી મીઠાઈ, ભેસેળિયા માવા સહિત 650 કિલો અખાદ્ય ખોરાક ઝડપાયો

રામનવમી એટલે ભગવાન શ્રીરામનો પ્રાગટ્ય દિન, ત્યારે તહેવાર નિમીતે મનપાની આરોગ્ય શાખા દ્વારા ડેરી અને મીઠાઈના ધંધાર્થીઓ પર દરોડાની ડ્રાઈવ ચાલવામાં આવી હતી. જ્યાં યોગેશ્વર ડેરીમાંથી વાસી શિખંડ,ફૂગવાળી મીઠાઈ, ભેળસેળિયા માવા સહિત 650 કિલો અખાદ્ય ખોરાક ઝડપાયો હતો. જેને પગલે આરોગ્ય વિભાગે અખાધ જથ્થાનો નાશ કર્યો હતો અને ડેરીના માલિકને હાઇજેનિક કંડિશન જાળવવા પાઠવી નોટિસ પાઠવી હતી.  

વાસી શિખંડ,ફૂગવાળી મીઠાઈ, ભેળસેળિયો માવો

કેશર શિખંડ અને મેંગો બરફીના નમૂના લેવાયા
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર સાગર સોસાયટી, 40 ફૂટ મેઇન રોડ, કોઠારીયા રોડ પર આવેલ દિપક ચકુભાઇ વોરાની ડેરી યોગેશ્વર ડેરી ફાર્મમાં ચેકીંગ દરમિયાન કોલ્ડ રૂમમાં સંગહ કરેલ પતરાના ટીનમાં રહેલ વાસી શિખંડ 150કિલો, પ્લાસ્ટિકની બેગમાં રાખેલ વાસી ફૂગવાળી પરત આવેલ મિક્સ મીઠાઇ 300 કિલો તથા પ્લાસ્ટિકની બેગમાં રાખેલ મીઠાઇ બનાવવા માટેનો વાસી ફૂગવાળો મીઠો માવાનો 200 કિલો જથ્થો મળી આવ્યો હતો. જેથી મનપા દ્વારા કુલ મળી 650 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો. તેમજ સદર જથ્થા માંથી કેશર શિખંડ અને મેંગો બરફીના નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત બિલશન બેવરેજીસમાંથી પાણીની 500 MLની બોટલનો પણ નમૂનો લેવાયો હતો.  

અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો

ભેળસેળનું દૂષણ પરાકાષ્ઠા સર્જી રહ્યું છે
આ પ્રકારનો અખાદ્ય ખોરાક સ્વાદના શોખીન રાજકોટીયન્સ માટે બિમારી નોતરી શકે છે. કારણ કે છેલ્લા બે વર્ષમાં મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની ટીમે નામાંકિત હોટેલોથી લઇ મોટા ભાગની હોટેલોમાં દરોડા પાડી ભેળસેળ યુકત અને વાસી ખોરાક માટે નોટીસો ફટકારી છે. છતાંય વધુ નફો મેળવી લેવા રાજકોટના મોટા ભાગનાં રેસ્ટોરન્ટ અને હોટેલ સંચાલકો હજુ આરોગ્ય જોખમાય તેવું જ ભોજન થાળીમાં પીરસી રહ્યાં છે. નફાખોરીની લાલચમાં ખાદ્યપદાર્થોમાં ભેળસેળનું દૂષણ પરાકાષ્ઠા સર્જી રહ્યું છે. જન આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થઇ રહ્યાં છે. નોંધનીય છે કે અવાર-નવાર આરોગ્ય ટુકડીની ચેકીંગ ઝુંબેશ દરમિયાન શહેરીજનોના આરોગ્ય સાથે ચેડા કરનારા તત્વોનાં અનેક કારસ્તાન બહાર આવ્યા છે. છતાંય આવા લેભાગુ તત્વો જન આરોગ્ય સાથે ચેડા કરવાનું ચૂકતા નથી.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow