કાશ્મીરમાં ફિલ્મી તસવીરનો ચળકાટ આ વર્ષે 600 શૂટિંગ થવાની સંભાવના

કાશ્મીરમાં ફિલ્મી તસવીરનો ચળકાટ આ વર્ષે 600 શૂટિંગ થવાની સંભાવના

જમ્મુ-કાશ્મીરમાં લાઇટ્સ, કૅમેરા અને એક્શનનો દોર છે. સુરક્ષા વ્યવસ્થા સુદૃઢ હોવાની સાથે સરકાર તરફથી અનેક ઇન્સેન્ટિવ અપાયા પછી જમ્મુ-કાશ્મીરમાં શૂટિંગ કરવા માટે ફિલ્મકારોને ફરીથી વિશ્વાસ બેઠો છે. ફિલ્મ, વેબ સીરીઝ, સીરિયલ અને ડોક્યુમેન્ટ્રીના શૂટિંગની સંખ્યા સતત વધી રહી છે.

અહીં 2022માં 300 શૂટિંગ થયાં હતાં. પ્રવાસન નિદેશક રાજા યાકૂબે કહ્યું કે આ વર્ષે રેકોર્ડ 600 ફિલ્મ અને અન્ય સીરિયલ, વેબ સીરીઝનું શૂટિંગ થવાની આશા છે. આ વર્ષે અત્યાર સુધીમાં 300 શૂટિંગ તો તઈ ગયું છે. મે મહિનામાં શૂટિંગ માટે 30થી વધુ અરજીઓ દાખલ થઈ છે, મહિનાના અંત સુધીમાં ફિલ્મ શૂટિંગની સંખ્યા વધવાની શક્યતા છે.

હાલમાં શ્રી નગરમાં જી-20 ટૂરિઝમ વર્કિંગ ગ્રુપની બેઠકને કારણે કાશ્મીરને શૂટિંગ ડેસ્ટિનેશન તરીકે વેગ મળ્યો છે. સરકારે બૉલિવૂડ સહિત કૉલિવૂડ અને અન્ય રીજનલ ફિલ્મકારોને આકર્ષિત કરવા માટે ‘કાશ્મીર - ધ ફર્સ્ટ ફિલ્મ શૂટિંગ ડેસ્ટિનેશન’નું અભિયાન શરૂ કર્યું છે.

જી-20ની વચ્ચે હૉલિવૂડે પણ શૂટિંગ માટે રસ દાખવ્યો
શ્રીનગરમાં યોજાયેલી જી-20ની બેઠકમાં 17 દેશના 120 પ્રતિનિધિએ ભાગ લીધો. ટૂરિઝમ વર્કિંગ ગ્રુપમાં અમેરિકન દળોમાં જોડાયેલા હૉલિવૂડ ડેલિગેટ્સે પણ કાશ્મીરમાં ફિલ્મ શૂટિંગ માટે રસ દાખવ્યો હતો. કાશ્મીરમાં અંગ્રેજી ફિલ્મ ‘ધ રેજર્સ એજ’ (1983) અને ‘ધ ક્લાઇંબ’ (1986)નું શૂટિંગ થયું હતું.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow