અમેરિકામાં 6 મહિલા શિક્ષકોની ધરપકડ

અમેરિકામાં 6 મહિલા શિક્ષકોની ધરપકડ

અમેરિકામાં 6 મહિલા શિક્ષકોની ધરપકડ કરવામાં આવી છે. તેમના પર સગીર વિદ્યાર્થીઓ સાથે સંબંધ બાંધવાનો આરોપ છે. આ તમામ મહિલા શિક્ષકોની બે દિવસની તપાસ બાદ ધરપકડ કરવામાં આવી છે.

એક તરફ જ્યાં તમામ પીડિત વિદ્યાર્થીઓની ઉંમર 16 વર્ષ કે તેનાથી ઓછી છે તો બીજી તરફ શિક્ષકોની ઉંમર 25થી 38 વર્ષની વચ્ચે હોવાનું સામે આવ્યું છે. 2019માં પણ અમેરિકામાં આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. તે સમયે ત્રણ મહિલા શિક્ષકોની ધરપકડ કરવામાં આવી હતી.

અલગ-અલગ સ્કૂલની ટીચર્સ અને સ્ટુડન્ટ્સ
'ધ ન્યૂયોર્ક પોસ્ટ'ના અહેવાલ મુજબ - ધરપકડ કરાયેલી મહિલા શિક્ષકો અને પીડિત વિદ્યાર્થીઓ કોઈ એક શાળાના નથી, પરંતુ તેઓ અલગ-અલગ શિક્ષણ સંસ્થાઓના છે.

ધરપકડ કરાયેલી મહિલા શિક્ષકનું નામ એલન શેલ છે. તેની ઉંમર 38 વર્ષની છે. શેલ પર 16 વર્ષીય વિદ્યાર્થી સાથે અનેક વખત સંબંધો બાંધવાનો આરોપ છે. હાલમાં, તે ડેનવિલેની વુડલોન એલીમેન્ટ્રી શાળામાં પોસ્ટેડ છે. પહેલાં તે લેન્કેસ્ટર પ્રાથમિક શાળામાં હતી. શાળા પ્રશાસને શેલ અંગે પોલીસને જાણ કરી હતી.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow