6 થી 7 માસના શિશુઓને પણ ઓરી થતાં તબીબો ચોંક્યા રોજના 15 કેસો : WHO જેેનેટિકલ એનાલિસિસ કરશે

6 થી 7 માસના શિશુઓને પણ ઓરી થતાં તબીબો ચોંક્યા રોજના 15 કેસો : WHO જેેનેટિકલ એનાલિસિસ કરશે

જામનગર શહેરની સરકારી જી.જી. હોસ્પિટલ બાળદર્દીઓથી ઉભરાઈ રહી છે. ત્યારે આમાં એક ચોંકાવનારી બાબત સામે આવી છે જેમાં અત્યાર સુધી ન થતા હોય તેવા 6થી 7 માસના બાળકને પણ ઓરી થવા લાગી છે. જેના કારણે ડોક્ટરો પણ ચોંકી ઉઠ્યા છે અને આ મામલે બાળદર્દીઓના સેમ્પલ લઈ ડબલ્યુએચઓ તેનું જેનેટિકલ એનાલિસીસ કરવામાં લાગી ગયું છે. જેથી આનું કારણ જાણી શકાય.

શહેરની સરકારી જી.જી. હોસ્પિટલ બાળદર્દીઓથી ઉભરાઈ રહી છે. અહીં દાખલ થયેલા બાળકોની સંખ્યા ક્ષમતા કરતા બમણી થઈ ગઈ છે જેના કારણે એક ખાટલા પર બબ્બે બાળકને સૂવડાવીને સારવાર આપવામાં આવી રહી છે. દરમિયાન ડોક્ટરોના આ બાળદર્દીઓની તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે જેમાં કદી ન બનતું હોય તેમ દરરોજના 15 જેટલા કેસ ફક્ત ઓરીના આવી રહ્યા છે. આમાં પણ એવા કેસ સામે આવ્યા છે જેમાં 6-7 માસના બાળકને પણ ઓરી થઈ છે. જેના કારણે ડોક્ટરો પણ મુંઝવણમાં મુકાઈ ગયા છે.

સામાન્ય રીતે 9 માસ સુધી ઓરી થવાની શક્યતા નહીંવત હોય છે પરંતુ આ નવા ઓરીના રોગથી ડોક્ટરો પણ ચોંકી ઉઠ્યા છે અને બાળકોના સેમ્પલ લઈ ડબલ્યુએચઓ દ્વારા તેનું પૃથ્થકરણ કરવામાં આવી રહ્યું છે જેનાથી આ થવાનું કારણ જાણી શકાય. ડોક્ટરો પણ આવી ઘટનાને વિરલ ગણાવે છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow