વડોદરામાં ડ્રગ્સ ફેક્ટરી મામલે આરોપીઓના વધુ 6 દિવસના રિમાન્ડ મંજૂર, ATSની તપાસમાં થયા ચોંકાવનારા ખુલાસા

વડોદરામાં ડ્રગ્સ ફેક્ટરી મામલે આરોપીઓના વધુ 6 દિવસના રિમાન્ડ મંજૂર, ATSની તપાસમાં થયા ચોંકાવનારા ખુલાસા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન ડ્રગ્સ મામલે ATSને મોટી સફળતા મળી હતી. ATSની કાર્યવાહીમાં વડોદરાના સિંધરોટ ગામ નજીક ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાઇ હતી. કાર્યવાહી દરમિયાન કરોડોનો ડ્રગ્સનો જથ્થો કબ્જે કરાયો હતો, સાથે જ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપીઓના વધુ  6 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ATSએ આ આરોપીઓને ગઈકાલે કોર્ટમાં રજૂ કર્યા હતા.

5 આરોપીઓની કરવામાં આવી હતી ધરપકડ  
વડોદરા ગ્રામ્યના સિંધરોટ ગામમાં ડ્રગ્સ બનાવવામાં આવી રહ્યું હોવાની બાતમી ગુજરાત ATSને મળતા ATSએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ સર્ચ દરમિયાન MD ડ્રગ્સની ફેક્ટરી ઝડપાતા હડકંપ મચી ગયો હતો. ગુજરાત ATSએ 63 કિલો 613 ગ્રામ MD ડ્રગ્સ તથા 80 કિલો 260 ગ્રામ MD ડ્રગ્સ બનાવવા માટે તૈયાર કરેલ લિકવિડ સહિત 478 કરોડનો મુદ્દામાલ જપ્ત કરીને 5 શખ્સો સૌમિલ ઉર્ફે સેમ પાઠક, શૈલેષ કટારીયા, વિનોદ ઉર્ફે પપ્પુ નિજામા, મોહંમદ સફી અને ભરત ચાવડાની ધરપકડ કરી હતી.

MD ડ્રગ્સ કેસમાં થયો હતો મોટો ખુલાસો
ગુજરાત ATSની તપાસ ચોંકાવનારા ખુલાસા થયો હતા કે, સૌમિલ પાઠક અને મુંબઈના સલીમ ડોલા સાથે જેલમાં ડ્રગ્સની ફેકટરી શરૂ કરવાનું પ્લાનિંગ કર્યું હતું. આ MD ડ્રગ્સના ઉત્પાદન અને વેચાણના ધંધામાં બન્ને ભાગીદાર બન્યા હતા. સૌમિલે સિંધરોટ ગામમાં MD ડ્રગ્સની ફેક્ટરી શરૂ કરી અને ડ્રગ્સ બનાવવા માટે રો મટીરીયલ માટે કેમિકલ ચોરી કરનાર ભરત ચાવડાનો સંપર્ક કર્યો હતો. જેમાં ભરત ડ્રગ્સ બનાવવા કેમિકલ આપતો હતો અને આરોપી વિનોદ ઉર્ફે પપ્પુએ ડ્રગ્સ ઉત્પાદન પ્રક્રિયાના જાણકાર કેમિસ્ટ શૈલેષ કટારીયાનો સંપર્ક કરાવ્યો હતો. શૈલેષ બીએસસી કેમેસ્ટ્રી ભણેલ હોવાથી આ આરોપીઓએ ડ્રગ્સ બનાવવાનું યુનિટ શરૂ કર્યું. જેમાં શૈલેષ MD ડ્રગ્સ બનાવવાનું કામકાજ સંભાળતો હતો. જ્યારે વિનોદ ઉર્ફે પ્પુ ફેક્ટરીની દેખરેખ રાખતો હતો. છેલ્લા સવા મહિનાથી આ ફેક્ટરી ધમધમી રહી હોવાનો ખુલાસો ATSની તપાસમાં થયો હતો. ડ્રગ્સના કાળા કારોબારનું ટ્રાન્ઝેક્શન આંગડિયાથી થતું હોવાનો ખુલાસો થયો હતો.

આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ
આ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે. સૌમિલ 2017માં ડ્રગ્સ કેસમાં પકડાયો હતો જ્યારે નડિયાદનો મોહમદ સફી 2004થી ગુનાખોરીમાં પ્રવેશ કર્યો ડ્રગ્સની હેરાફેરીમાં ઝડપાયો છે. જ્યારે ભરત ચાવડા કેમિકલ ચોરીમાં 2 વખત પકડાયો હતો. આ ડ્રગ્સ નેટવર્કમાં મુંબઇનો ડ્રગ્સ માફિયા સલીમ ડોલા હજુ ફરાર હોવાથી ATSએ શોધખોળ શરૂ કરી છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow