દિલ્હી કરતાં ગુજરાતમાં 6% ઓછો ટેક્સ, હિમાચલમાં ભાવ બંને રાજ્યો કરતા વધારે

દિલ્હી કરતાં ગુજરાતમાં 6% ઓછો ટેક્સ, હિમાચલમાં ભાવ બંને રાજ્યો કરતા વધારે

ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીની સાથે સાથે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ની ચૂંટણી પણ દેશમાં ભારે ચર્ચામાં છે. આ ચૂંટણી દરમિયાન ક્રૂડ ઓઇલની કિંમતોમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. આવી સ્થિતિમાં સામાન્ય માણસને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની આશા હતી પરંતુ એમ થયું નહીં. ગુજરાત, હિમાચલ પ્રદેશ અને દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવની વાત કરીએ તો ગુજરાતમાં તેના ભાવ સૌથી ઓછા છે.

ટેક્સ પછી પેટ્રોલ-ડીઝલના ભાવ બમણા થયા
કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલની મૂળ કિંમત પર 19.90 રૂપિયાની એક્સાઈઝ ડ્યુટી વસૂલે છે, જે હાલમાં 57.16 રૂપિયા છે. આ પછી, રાજ્ય સરકારો તેના પર પોતાના હિસાબે વેટ અને સેસ વસૂલે છે, ત્યારબાદ તેની કિંમત મૂળ કિંમતથી 2 ગણી વધી જાય છે. ગુજરાત, હિમાચલ પ્રદેશ અને દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલમાંથી વેટ અને સેસ વસૂલવામાં દિલ્હી મોખરે છે. અહીં પેટ્રોલ પર 19.40% અને ડીઝલ પર 16.75% વેટ લાગે છે.

દેશમાં સૌથી સસ્તું પેટ્રોલ-ડીઝલ આંદામાન-નિકોબારના પોર્ટ બ્લેરમાં વેચાઈ રહ્યું છે. અહીં પેટ્રોલ 84.10 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 79.74 રૂપિયામાં મળે છે. તેમજ, રાજસ્થાનના શ્રીગંગાનગરમાં સૌથી મોંઘા છે. અહીં પેટ્રોલ 113.48 રૂપિયા અને ડીઝલ 98.24 રૂપિયામાં વેચાઈ રહ્યું છે.

રાજ્યના વિવિધ શહેરોમાં ભાવમાં તફાવત કેમ?
જ્યારે પેટ્રોલ-ડીઝલ પેટ્રોલ પંપ પર પહોંચે છે, ત્યારે પેટ્રોલ પંપ ઓઇલ ડેપોથી કેટલા દૂર છે તે મુજબ ભાડું વસૂલવામાં આવે છે. આ કારણે શહેર બદલવાની સાથે ભાડું વધે છે અને ઘટે છે. જેના કારણે અલગ-અલગ શહેરોમાં પણ ભાવમાં તફાવત જોવા મળે છે.

ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ કેવી રીતે નક્કી થાય છે?
જૂન 2010 સુધી સરકાર પેટ્રોલની કિંમત નક્કી કરતી હતી અને દર 15 દિવસે તેમાં ફેરફાર થતો હતો. 26 જૂન 2010 પછી સરકારે પેટ્રોલના ભાવ નક્કી કરવાનું કામ ઓઇલ કંપનીઓ પર છોડી દીધું. એ જ રીતે ઓક્ટોબર 2014 સુધી સરકાર ડીઝલના ભાવ નક્કી કરતી હતી.

19 ઓક્ટોબર 2014થી સરકારે આ કામ ઓઇલ કંપનીઓને સોંપ્યું છે. અત્યારે, ઓઇલ કંપનીઓ ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલની કિંમત, એક્સચેન્જ રેટ, ટેક્સ, પેટ્રોલ-ડીઝલના ટ્રાન્સપોર્ટેશન ખર્ચ અને અન્ય ઘણી બાબતોને ધ્યાનમાં રાખીને દરરોજે પેટ્રોલ-ડીઝલની કિંમત નક્કી કરે છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow