રાજકોટમાં મસ્જિદની બાજુમાં ઇલેક્ટ્રિક મોટરથી 503 બાટલામાં LPG ગેસ રીફીલ થતો હતો, 8.30 લાખનો મુદ્દામાલ જપ્ત

રાજકોટમાં મસ્જિદની બાજુમાં ઇલેક્ટ્રિક મોટરથી 503 બાટલામાં LPG ગેસ રીફીલ થતો હતો, 8.30 લાખનો મુદ્દામાલ જપ્ત

રાજકોટ શહેરનાં દૂધસાગર રોડ ઉપર હાઈવે નજીક આવેલા માજોઠી નગરનાં ખૂણે એક મોટા વંડામાં પુરવઠા વિભાગે દરોડા પડીને ગેરકાયદેસર રીતે ચાલતા ગેસ રીફીલિંગનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. આ કામગીરી કરનાર ઈસમો સામે ગુનો નોંધી ગેસ સિલિન્ડર, ઇલેક્ટ્રિક મોટર, વજન કાંટા, માલવાહક રીક્ષા સહીત 503 જેટલા બાટલા સાથે કુલ રૂ. 8,31,532 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પુરવઠા વિભાગે દરોડા પાડ્યા
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ઈન. જિલ્લા પુરવઠા અધિકારી એસ. એન. સુથાર, રાજકોટ શહેર પૂર્વ મામલતદાર રૂદ્ર ગઢવી તેમજ પુરવઠા નિરીક્ષક કિરીટસિંહ એમ. ઝાલા તથા અમિતભાઈ પરમારની ટીમ દ્વારા રહેણાંક વિસ્તારમાં ચાલતાં ગેરકાયદે ગેસ રીફીલીંગ કૃત્ય સામે દરોડો પાડ્યા હતા.

સલીમ અલી મોહમ્મદ બટલા સાથે ઝડપાયો

સલીમ અલી મોહમ્મદ ઝડપાયો
રાજકોટ શહેરમાં આવેલ દૂધસાગર રોડ ઉપર શેરબાનુ મસ્જિદની બાજુમાં આવેલ માજોઠીનગરના ખૂણે હાઇવે નજીક એક મોટા વંડામાં ગેરકાયદેસર રીતે મોટાપાયે ગેસ રીફીલિંગની કામગીરી થતી હતી. અધિકારીઓની તપાસ દરમિયાન સ્થળ પર હાજર સલીમ અલી મોહમ્મદ નામના શખ્સ આ કામગીરી કરતો હોવાનું જણાયું હતું.

અગ્નિશામક યંત્રો વિના કૌભાંડ ચાલતું હતું
મોટા સીલીન્ડરમાંથી ઇલેક્ટ્રિક મોટરની મદદથી ગેસ સિલિન્ડર ભરવામાં આવતા હતા. આ વંડાની નજીક જ મસ્જિદ આવેલી હોવાથી, લોકોની સતત અવરજવર રહેતી હોય છે. રહેણાંક વિસ્તારમાં લોકોના જીવને જોખમમાં મૂકીને કોઈપણ પ્રકારના અગ્નિશામક યંત્રો રાખ્યા વગર જ અતિ જોખમી અને જવલનશીલ એવા LPG ગેસ રીફીલિંગનું  ગેરકાયદેસર કૃત્ય આચરી ગેસની ચોરી કરવા બદલ પ્રવાહી પેટ્રોલિયમ ગેસ પુરવઠા અને વિતરણ નિયમન હુકમ 2009 તથા ગેસ સિલિન્ડર રૂલ્સ 2004 તથા 2016ની જોગવાઈઓના ભંગ બદલ કાર્યવાહી કરી ગુનો નોધવામાં આવ્યો હતો.

રાંધણગેસના 24 બાટલા

6 ઇલેક્ટ્રિક મોટર મળી
આ તપાસ દરમિયાન રાંધણગેસના 21 કી.ગ્રા.ના ભરેલા 24 બાટલા, 5 કી.ગ્રા.નાં 68 બાટલા, 6 વજનકાંટા, 6 ઇલેક્ટ્રિક મોટર, એક રીક્ષા, 21 કી.ગ્રા.ના 85 ખાલી બાટલા, 19 કી.ગ્રા.નાં ખાલી 26 બાટલા, 5 કી.ગ્રા. નાં 199 ખાલી બાટલા, 101 ગેસના ખાલી બાટલાનો ભંગાર સહીત કુલ રૂ. 8,31,532 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. નિયમોનુસાર વધુ કાર્યવાહી માટે રાજકોટ જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુને રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow