વિદ્યાર્થીઓની 50 મિનિટ સામે 15 જ મળી!

વિદ્યાર્થીઓની 50 મિનિટ સામે 15 જ મળી!

CBSE ધોરણ 12 સાયન્સની ગણિતની પરીક્ષામાં સપ્લીમેન્ટરી સાથે ગ્રાફ ના હોવાથી કેટલાક વિદ્યાર્થીઓને પરીક્ષાની 45 મિનિટ બાદ સપ્લીમેન્ટરી બદલી આપી હતી. ગ્રાફવાળી સપ્લીમેન્ટરી આપીને ફરીથી વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા જણાવ્યું હતું. જોકે વિદ્યાર્થીની 50 મિનિટ બગડી હતી, જેની સામે 15 મિનિટ વધારાની આપી હતી. જેથી વિદ્યાર્થીને 10-15 માર્કસનું પેપર છૂટી ગયું હતું. આ બાબતે વિદ્યાર્થીઓએ CBSEમાં ફરિયાદ કરી છે.

વિદ્યાર્થીઓએ CBSEમાં મેલ કરીને ફરિયાદ કરી
શનિવારે CBSE બોર્ડમાં ધોરણ 12 સાયન્સમાં ગણિતની પરીક્ષા હતી. શાંતિ એશિયાટિક સ્કૂલમાં કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા હતા, ત્યારે કેટલાક વિદ્યાર્થીઓને સપ્લીમેન્ટરીમાં ગ્રાફ જ નહોતો. જેની વિદ્યાર્થીઓને જાણ થતાં સુપરવાઈઝરને જણાવ્યું હતું. જેથી સુપરવાઇઝરે 10 મિનિટ બાદ જૂની સપ્લીમેન્ટરી લઈને ગ્રાફ વાળી નવી સપ્લીમેન્ટરી આપી હતી. 5 વિદ્યાર્થીઓએ ફરીથી પેપર લખવાનું શરૂ કર્યું હતું. 10:30થી 1:30 વાગ્યા સુધીનું પેપર હતું, જેમાં 11:15 વાળા વિદ્યાર્થીઓને નવી સપ્લીમેન્ટરી આપી હતી. 50 મિનિટ મોડા સપ્લીમેન્ટરી આપીને 1:30ની જગ્યાએ 1:45 એટલે 15 મિનિટ સુધી લખવા દીધું હતું. વિદ્યાર્થીઓને પેપરમાં 15 માર્ક્સ સુધીનું પેપર છૂટી ગયું હતું. જેને લઈને વિદ્યાર્થીઓએ CBSEમાં મેલ કરીને ફરિયાદ કરી છે.

સ્કૂલની ભૂલના કારણે વિદ્યાર્થીનું ભાવિ જોખમમાં મુકાયું
​​​​​​​આ અંગે એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, અમને 50 મિનિટ બાદ નવી સપ્લીમેન્ટરી આપી ફરીથી પેપર લખવા જણાવ્યું હતું. અમને 50 મિનિટની સામે માત્ર 15 મિનિટ જ આપવમાં આવી હતી, જેના કારણે અમારું પેપર છૂટી ગયું છે. અન્ય સ્કૂલમાં વિદ્યાર્થીઓને ગ્રાફ નહોતો, તો તેમને માત્ર નવો ગ્રાફ આપ્યો હતો, જ્યારે અમને નવી સપ્લીમેન્ટરી આપી હતી. ગણિતમાં રોકડા માર્ક્સ આવી શકે તેમ હતા, પરંતુ સ્કૂલની ભૂલના કારણે અમારે પેપર છૂટી ગયું, જેના કારણે ભવિષ્ય પર અસર પડી શકે છે.

Read more

અહાન-અનિતની રિયલ લાઇફ લવસ્ટોરી; મોલનો રોમાન્સ કેમેરામાં કેદ થયો

અહાન-અનિતની રિયલ લાઇફ લવસ્ટોરી; મોલનો રોમાન્સ કેમેરામાં કેદ થયો

'સૈયારા'એ કમાણીના સંદર્ભમાં ઘણા નવા રેકોર્ડ બનાવ્યા છે અને ફિલ્મ બ્લોકબસ્ટર બની છે. ફિલ્મ બાદ અહાન પાંડે અને અનિત પડ્ડા રાતોરાત

By Gujaratnow
રાજકોટ સેશન્સ કોર્ટે આરોપી ધવલ ઠક્કરના જામીન ના મંજૂર કર્યા

રાજકોટ સેશન્સ કોર્ટે આરોપી ધવલ ઠક્કરના જામીન ના મંજૂર કર્યા

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ કેસમાં સેશન્સ કોર્ટ દ્વારા આરોપી ધવલ ઠક્કરના જામીન ના મંજૂર કરવામાં આવ્યા છે. કેસ ચાર્જ ફ્રેમ થયા બાદ

By Gujaratnow
૫૫૦ ખેડૂતોને આર્ટ ઑફ લિવિંગના વાસદ આશ્રમ ખાતે પરંપરાગત કૃષિ વિકાસ યોજનાની તાલીમ આપવામાં આવી

૫૫૦ ખેડૂતોને આર્ટ ઑફ લિવિંગના વાસદ આશ્રમ ખાતે પરંપરાગત કૃષિ વિકાસ યોજનાની તાલીમ આપવામાં આવી

આર્ટ ઑફ લિવિંગના વાસદ આશ્રમ ખાતે પરંપરાગત કૃષિ વિકાસ યોજના અંતર્ગત ૫૫૦ થી વધુ ખેડૂતો માટે વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્

By Gujaratnow