5 માર્ચે બોર્ડના પેપર આવશે, ચૌધરી હાઈસ્કૂલમાં સ્ટ્રોંગરૂમ

5 માર્ચે બોર્ડના પેપર આવશે, ચૌધરી હાઈસ્કૂલમાં સ્ટ્રોંગરૂમ

ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને આડે હવે બે સપ્તાહનો સમય બાકી રહ્યો છે ત્યારે સંભવત આગામી તારીખ 5 માર્ચ સુધીમાં પરીક્ષાના પેપર રાજકોટ આવી પહોંચશે. સૌરાષ્ટ્રભરમાં બોર્ડની પરીક્ષાના પેપર રાજકોટથી જ મોકલવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. સોમવારે ગાંધીનગરમાં બોર્ડના અધિકારીઓની મિટિંગ મળી હતી જેમાં બોર્ડની પરીક્ષાના આયોજન સંદર્ભે અને પ્રશ્નપત્ર મોકલવા સહિતની બાબતે ચર્ચા કરવામાં આવી હતી.

રાજકોટમાં 5 માર્ચ સુધીમાં બોર્ડની પરીક્ષાના પ્રશ્નપત્ર આવી પહોંચશે તેમજ શહેરની ચૌધરી હાઈસ્કૂલને પેપર રીસિવિંગ સેન્ટર તરીકે નક્કી કરવામાં આવ્યું છે. તમામ પ્રશ્નપત્ર રાજકોટ આવી ગયા બાદ સંભવત બોર્ડની પરીક્ષાના એક બે દિવસ પહેલા જ સૌરાષ્ટ્રના જુદા જુદા ઝોનમાં પેપર મોકલવામાં આવશે.

14 માર્ચથી શરૂ થનારી બોર્ડની પરીક્ષાને લઈને જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરી લેવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં ધોરણ 10 અને 12 ના કુલ 85 હજાર વિદ્યાર્થીઓ સહિત રાજ્યભરમાં 16 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવાના છે ત્યારે આગામી બે ત્રણ દિવસમાં એટલે કે સંભવત 5 માર્ચે બોર્ડની પરીક્ષાના પેપર રાજકોટ આવી પહોંચશે અને તેને સ્ટ્રોંગરૂમમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સીલ રાખવામાં આવશે. ત્યારબાદ પરીક્ષા શરૂ થવાના બે ત્રણ દિવસ અગાઉ જ સૌરાષ્ટ્રના જુદા જુદા પરીક્ષા કેન્દ્ર પર આ પ્રશ્નપત્રો મોકલવામાં આવશે.

રાજકોટમાં 10 ઝોન, 300 જેટલા બિલ્ડિંગમાં પરીક્ષા
રાજકોટ જિલ્લામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા કુલ 10 ઝોનમાં લેવાનાર હોવાનું જાણવા મળ્યું છે. ધોરણ 10 અને 12 સાયન્સ અને કોમર્સના કુલ 85 હજાર જેટલા વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. રાજકોટ જિલ્લામાં 300 જેટલા બિલ્ડિંગમાં બોર્ડની પરીક્ષા લેવાનાર છે.

જેમાં સીસીટીવી, બેઠક વ્યવસ્થા, અધિકારીઓ, શિક્ષકોની કામગીરી સહિતની જુદી જુદી બાબતોની તૈયારી પૂર્ણતાને આરે છે. રાજકોટ જિલ્લામાં શાળાઓની સંખ્યા, બ્લોક, વર્ગખંડ, ઝોન, અધિકારીઓની વિગતો, કંટ્રોલરૂમ સહિતની તમામ બાબતોનું લિસ્ટ અગાઉ જ શિક્ષણ બોર્ડને મોકલી દેવાયું છે.

2 માર્ચ સુધી ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા ચાલશે
શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા તારીખ 20 ફેબ્રુઆરીથી શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થઇ છે. જિલ્લાના 5 કેન્દ્ર અને 25 સ્કૂલમાં શરૂ થયેલી પ્રેક્ટિકલ પરીક્ષામાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા અને ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજીના પેપર મુજબ પ્રેક્ટિકલ લેવાયા હતા.

આ પ્રેક્ટિકલ પરીક્ષાના વિદ્યાર્થીઓના રોજે રોજના માર્કસ બોર્ડની કચેરીને ઓનલાઈન મોકલી આપવા માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. રાજકોટ જિલ્લામાં 7073 વિદ્યાર્થીઓ ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષામાં નોંધાયા હતા. 20 ફેબ્રુઆરીથી શરૂ થયેલી આ પ્રેક્ટિકલની પરીક્ષા આગામી 2 માર્ચ સુધી ચાલશે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow