20 લાખ કરોડના બિઝનેસમાં બેન્કિંગ,ફાઇ.નો હિસ્સો 41 ટકા

20 લાખ કરોડના બિઝનેસમાં બેન્કિંગ,ફાઇ.નો હિસ્સો 41 ટકા

અમેરિકા અને યુરોપમાં બેન્કિંગ કટોકટીની અસર દેશના IT સેક્ટર પર પડી શકે છે. 20 લાખ કરોડ રૂપિયાનું IT-બિઝનેસ પ્રોસેસ મેનેજમેન્ટ સેક્ટર તેની લગભગ અડધી આવક માટે વૈશ્વિક બેંકિંગ અને નાણાકીય ક્ષેત્રો પર નિર્ભર છે. બે યુએસ બેંકો નાણાકીય કટોકટીમાં છે અને અન્ય બેન્કો પોતાને બચાવવા માટે સંઘર્ષ કરી રહી છે. બીજી તરફ, યુરોપની મોટી બેંકોમાંની એક ક્રેડિટ સુઈસની હાલત ખરાબ છે જેને UBS ખરીદી શકે છે. નિષ્ણાતોના મતે ભારતીય IT-BPM ઉદ્યોગની આવકનો 41% હિસ્સો BFSI સેક્ટરમાંથી આવે છે. કોટક ઇક્વિટીઝના અંદાજ મુજબ ભારતીય IT કંપનીઓની કમાણી અને વૃદ્ધિ પર યુએસ અને યુરોપમાં બેન્કોની નબળાઈને કારણે અસર થઈ શકે છે.

રિટેલ બેન્કિંગમાં 33% ટેક રોકાણ અમેરિકામાં
અમેરિકાના રિટેલ બેન્કિંગ સેક્ટરમાં ટેકનોલોજીમાં સૌથી વધુ રોકાણ છે. આંકડાઓ અનુસાર વર્ષ 2022માં આ બેંકોનું IT બજેટ $82 બિલિયન (રૂ. 6.77 લાખ કરોડ) હતું, જ્યારે સમગ્ર વિશ્વનું બજેટ $250 બિલિયન હતું. ટેક બજેટ પર બેંકોના ખર્ચથી ભારતીય IT કંપનીઓને ઘણો ફાયદો થયો હતો.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow