4 વ્યાજખોરની જમીન, મકાન, પ્લોટ પડાવ્યા બાદ વધુ નાણાં વસૂલવા ધમકી

4 વ્યાજખોરની જમીન, મકાન, પ્લોટ પડાવ્યા બાદ વધુ નાણાં વસૂલવા ધમકી

મોરબી રોડ પર આવેલા બેડી ગામની ખોડિયાર સોસાયટીમાં રહેતા વજસીભાઇ અરજણભાઇ બેરા નામના ખેડૂતે બેડીપરાના તેજા ધારા મકવાણા, સાતડા ગામના ગણેશ દેવ મેઘાણી, નવાગામના કિશોર અરજણ હાંડા, લાલા નારણ ફાંગલિયા સામે કુવાડવા રોડ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ખેડૂતની ફરિયાદ મુજબ, સાત વર્ષ પૂર્વે મોરબી રોડ પર હોટલ ચાલુ કરવી હોય તેજા મકવાણાનો સંપર્ક કર્યો હતો. અને તેની પાસેથી બે તબક્કે 5 અને સાત ટકાના વ્યાજે 35 તેમજ 25 લાખ લીધા હતા. તેજા મકવાણાને દર મહિને રૂ.1.75 લાખનું વ્યાજ ચૂકવતો હતો. દરમિયાન 2013માં પુત્રના લગ્ન માટે રૂપિયાની ફરી જરૂરિયાત પડતા વધુ એક વખત તેજા મકવાણાએ જમીનનો દસ્તાવેજ લઇ પોતાને 50 લાખ આપ્યા હતા. આ વખતે તેજા મકવાણાએ 9 ટકા લેખે રૂપિયા આપ્યા હતા. વ્યાજખોરને વ્યાજ સમયસર ચૂકવ્યા બાદ તેની પાસેથી જમીનના દસ્તાવેજ પરત માગ્યા હતા. ત્યારે તેને દસ્તાવેજના બદલે બેડી ગામના બે મકાન આપ્યા હતા. તેજા મકવાણાને તમામ રકમ ચૂકવી દેવા છતાં તે વધુ નાણાંની માગણી કરી મકાન, જમીનના કાગળો પરત આપતો ન હતો.

દરમિયાન ફરી હોટેલમાં રૂપિયાની જરૂર પડતા વ્યાજખોર લાલા ફાંગલિયા પાસેથી નવ ટકાના વ્યાજે દસ લાખ લીધા હતા. જેની સામે લાલાએ કાર પણ પડાવી લીધી હતી. હિસાબ મુજબ પોતાને 5 લાખ દેવાના થતા હોય કાર વેચીને પૈસા ચૂકવી આપ્યા હતા. નાણાં લેતી વખતે લાલાએ પ્લોટનું પણ લખાણ કરાવ્યું હોય તે પરત કરવાનું કહેતા તે ગોળગોળ વાતો કરતો રહેતો હતો. થોડા દિવસ પછી ફરી લાલાને વાત કરતા તેને તારે હજુ રૂ.12 લાખ આપવાના થાય છે. જો પૈસાન આપે તો હું પ્લોટ આપીશ નહિ, તારે થાય તે કરી લેજે, જ્યાં દોડવું હોય ત્યાં દોડી લેજેની ધમકી આપી હતી.

Read more

જૂનાગઢના ઘેડ પંથકમાં નદીઓના પાણીએ તારાજી સર્જી

જૂનાગઢના ઘેડ પંથકમાં નદીઓના પાણીએ તારાજી સર્જી

જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં બુધવારે વરસેલા સાંબેલાધાર વરસાદના કારણે જૂનાગઢના ઘેડ પંથકના ગામડાઓમાં આ વર્ષે પણ જળબંબાકારની સ્થિતિ સર્જા

By Gujaratnow
પદ્મ પુરસ્કારો માટે પાંચ ખેલાડીઓની ભલામણ?

પદ્મ પુરસ્કારો માટે પાંચ ખેલાડીઓની ભલામણ?

રમતગમત મંત્રાલયે પદ્મ પુરસ્કારો માટે પાંચ ખેલાડીઓના નામ સૂચવ્યા છે. આ ખેલાડીઓમાંથી ચાર, મનુ ભાકર, સરબજોત સિંહ, સ્વપ્નિલ કુશલે અને અમન સેહરા

By Gujaratnow
ભારતને ચૂંટણી માટે અમેરિકા તરફથી ભંડોળ મળ્યું ન હતું

ભારતને ચૂંટણી માટે અમેરિકા તરફથી ભંડોળ મળ્યું ન હતું

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું જુઠ્ઠાણું ખુલ્લું પડી ગયું છે. ફેબ્રુઆરીમાં તેમણે એમ કહીને હંગામો મચાવ્યો હતો કે અમેરિકાની સહા

By Gujaratnow