પડધરીમાં 'જુબાની આપીશ તો મારી નાંખીશ' કહીં 4 શખ્સોએ યુવક અને પરિજનો પર જીવલેણ હુમલો

પડધરીમાં 'જુબાની આપીશ તો મારી નાંખીશ' કહીં 4 શખ્સોએ યુવક અને પરિજનો પર જીવલેણ હુમલો

રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં શનિવારે 'કોર્ટમાં જુબાની આપશો તો મારી નાંખીશ' કહીં 4 શખ્સોએ યુવક અને પરિજનો પર જીવલેણ હુમલો કર્યાની ઘટના સામે આવી છે. આ મામલે ભોગ બનનાર યુવકે પડધરી પોલીસે આરોપી જયેશ સુરેશ બગડા, સચિન ઉર્ફે સોઢો પરમાર, અભજિત અજીત ડોડીયા અને યશ ગોહિલ વિરુદ્ધ ફરિયાદ નોંધી દાખલ કરી હતી

નહીતર તેને પણ મારી નાખીશ‌‌આ બનાવ અંગે ઇમિટેશનનો વ્યવસાય કરતા પડધરીના કાસીમ ઇકબાલ હડફાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.10 ડિસેમ્બરે હું પડધરીની માધવ હોટલે બેસવા ગયેલો. ત્યારે આરોપી જયેશ અને સચીન ઉર્ફે સોઢો પણ ત્યાં બેઠા હતા. જયેશે મને કહ્યું કે, તારા મામા મકસુદભાઇનું મર્ડર થયેલ તે એક હાદસો હતો અને તેમાં તારો નાનો ભાઇ એઝાજ નજરે જોનાર છે હવે આપણે એવું કાંઇ નથી અને તમે પણ એવુ કાઇ ના રાખતા અને મારા વિરૂધ્ધમાં ગવાહી ન દેતા નહીતર તેને પણ મારી નાખીશ.

ધુમાડો મારા ચહેરા ઉપર ફેંક્યો‌‌વધુમાં ફરિયાદમાં જણાવ્યું હતું કે, એમ કહી જયેશ બીસ્ટોલ પીતો હોય તેનો ધુમાડો મારા ચહેરા ઉપર ફેંક્યો. મેં કહ્યું કે આપણે કોઈ સંબંધ નથી. ત્યારે સોઢાએ અને અભિજીત ડોડીયાએ ઉશ્કેરાઈ અપશબ્દો કહ્યા અને મને માર માર્યો. મારા માતા પિતા આવી જતા મારા માતાને પણ ધક્કો મારતા તે પડી જતા બેભાન થઈ ગયા. મારા મામા અને મારા સમાજના બીજા લોકો આવી જતા આરોપીઓ જતા રહ્યા હતા. મને અને મારા માતાને પડધરી હોસ્પિટલમાં લઈ જવાયા હતા.

હોસ્પિટલે ધોકા લઈ પહોંચી ગયા
વધુમાં ફરિયાદમાં જણાવ્યું હતું કે, જે બાદ આરોપીઓ કાસીમના ઘરે ગયા અને ત્યાં તેના દાદા ગફરભાઈને માર માર્યો તેમજ ઘરમાં સોકેશના કાચ વગેરે તોડી જયેશે તોડફોડ કરી હતી. જે પછી આરોપી જયેશ, અભિજીત, સોઢો, યશ બધા સરકારી હોસ્પિટલે ધોકા લઈ પહોંચતા હાજર નર્સ દરવાજા બંધ કરી ત્યાંથી નીકળી ગયેલ. જ્યારે કાસીમ ટેબલ પાછળ છુપાઈ ગયેલ. પરંતુ આરોપીઓએ કાસીમની બહેન માહીનૂર, પિતા ઇકબાલને માર માર્યો હતો.

સમાજના આગેવાનો દોડી ગયા
વધુમાં ફરિયાદમાં જણાવ્યું હતું કે, ઇજાગ્રસ્તો પિતા ઇકબાલ, માતા સબનાબેન, બહેન માહીનૂર, દાદા ગફારભાઈને રાજકોટ વધુ સારવાર માટે રીફર કરાયા હતા. હોસ્પિટલ ખાતે મેમણ સમાજના આગેવાનો દોડી જતા આરોપીઓ ત્યાંથી જતા રહ્યા હતા. સમગ્ર મામલે પોલીસને જાણ થતાં પોલીસ કાફલો પણ દોડી ગયેલો અને પ્રથમ આગેવાનો મારફત સમાધાનની વાત ચાલી હતી જે પછી બનાવના 4 દિવસ બાદ ગત રોજ ફરિયાદ દાખલ થઈ છે. પીએસઆઈ એમ.એચ. યાદવે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

વર્ષ 2015માં હત્યા થઈ હતી
હાલની ફરિયાદ મુજબ કાસીમના મામા મકસુદભાઇની સને 2015 માં હત્યા થયેલી. જેમાં જયેશ સુરેશભાઇ બગડા આરોપી છે. બનાવ વખતે કાસીમનો નાનો ભાઈ એઝાજ(ઉ.વ.16) સ્થળ પર હાજર હોય તે હત્યા કેસનો નજરે જોનાર છે. અને તેનો કેસ કોર્ટમાં ચાલુ છે અને જેમા એઝાજની જુબાની બાકી હોય જેથી તેનો ખાર રાખી ધમકી અપાઈ અને માર માર્યો હોવાનો આક્ષેપ છે.

Read more

શિવરાજગઢમાં ઘર કંકાસથી ત્રાસી પરિણીતાએ ફાંસો ખાધો

શિવરાજગઢમાં ઘર કંકાસથી ત્રાસી પરિણીતાએ ફાંસો ખાધો

ગોંડલના શિવરાજગઢ ગામે રહેતી 20 વર્ષીય પરિણીતા પૂજાબેન મકવાણાએ ગૃહ કંકાસથી કંટાળીને પોતાના ઘરે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા અરેરાટી વ્યા

By Gujaratnow
સુરતમાં અસામાજિક તત્વોએ ગણપતિ બાપાના બેનરો ફાડ્યા

સુરતમાં અસામાજિક તત્વોએ ગણપતિ બાપાના બેનરો ફાડ્યા

સુરત શહેરના વેસુ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ગણપતિ બાપાના આગમનના બેનરોમાં ફાડવામાં આવતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ ઘટના ગુ

By Gujaratnow