50 વર્ષમાં પહેલીવાર ફેબ્રુઆરીમાં અમદાવાદમાં 38.2 ગરમી

50 વર્ષમાં પહેલીવાર ફેબ્રુઆરીમાં અમદાવાદમાં 38.2 ગરમી

પૂર્વથી દક્ષિણ-પૂર્વના ગરમ પવનો તેમજ એન્ટિ સાયક્લોનિક સરક્યુલેશનની અસરથી અમદાવાદમાં છેલ્લાં 50 વર્ષમાં પ્રથમવાર ફેબ્રુઆરી મહિનાનું રેકોર્ડબ્રેક 38.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. તેમજ અમદાવાદ સહિત રાજ્યના 9 શહેરોમાં ગરમીનો પારો 38 ડિગ્રી પાર કરી જતાં લોકો ગરમીમાં શેકાયા હતા.  

જયારે અમદાવાદમાં ગરમીનો પારો 38.2 ડિગ્રીએ પહોંચતાં છેલ્લાં વર્ષોમાં ફેબ્રુઆરી મહિનામાં સૌથી વધુ મહત્તમ તાપમાન નોંધાયું હતું. આગામી બે દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં હિટવેવની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગના આંકડા મુજબ, અમદાવાદમાં મધ્ય અને લોઅર લેવલ પર એન્ટિ સાયક્લોનિક સરક્યુલેશન રચાયું હતું.  

અમદાવાદમાં વહેલી સવારથી ગરમીનું પ્રમાણ વર્તાયું
જેની અસરોથી અમદાવાદમાં વહેલી સવારથી ગરમીનું પ્રમાણ વર્તાયું હતું. ગરમ પવનોની અસરથી અમદાવાદનું મહત્તમ તાપમાન શનિવાર કરતાં 0.5 ડિગ્રી અને સામાન્ય કરતાં 7.4 ડિગ્રી વધીને 38.2 ડિગ્રીએ પહોંચતા 50 વર્ષમાં પ્રથમવાર ફેબ્રુઆરી મહિનાનું સૌથી વધુ તાપમાન નોંધાયું છે.  

શહેરમાં સવારે 8.30 કલાકે ભેજનું પ્રમાણ 69 ટકા નોંધાયું હતું પણ ગરમ પવનોની અસરથી બપોર પછી ગરમીનો પારો વધતાં ભેજનું પ્રમાણ સાંજે 5.30 કલાકે ઘટીને 22 ટકાએ પહોંચ્યું હતું. જેને કારણે બપોરના 12થી સાંજના 4.0 વાગ્યા દરમિયાન લોકો ગરમીમાં શેકાયા હતા.

ગરમીનો પારો ઉંચકાતા લોકો કાળઝાળ ગરમીનો અનુભવ ​​​​​​​
ગરમ સુકા પવનોની અસરથી રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો ઉંચકાતા લોકો કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. આગામી બે દિવસો દરમિયાન કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં હિટવેવનું મોજુ ફરી વળવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.  

હવામાન વિભાગના ડાયરેકટર ડો. મનોરમા મોહંતી જણાવે છે કે, કલાયમેટ ચેન્જ અને સુકા પવનોથી ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં વધારો થયો છે. જેને પગલે 50 વર્ષમાં પ્રથમવાર ફેબ્રુઆરી મહિનામાં અમદાવાદમાં ગરમીનો પારો 38.2 ડિગ્રીએ પહોંચ્યો છે. આ અગાઉ 17-2-23ના રોજ તેમજ વર્ષ 2015 અને 1997માં 37.7 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

રાજ્યમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ

શહેરતાપમાન
રાજકોટ39.8
અમરેલી39.4
સુરેન્દ્રનગર39
કેશોદ39
સુરત38.4
કંડલા એરપોર્ટ38.4
અમદાવાદ38.2
વલસાડ39

​​​​​​​

રવિવારે રાજકોટમાં રાજ્યમાં સૌથી ઊંચું તાપમાન નોંધાયું હતું  

નોંધઃ તમામ આંકડા ડિગ્રીમાં છે

એન્ટી સાયક્લોનિક સરક્યુલેશનથી ગરમી, રાજ્યમાં સરેરાશ તાપમાન 5-9 ડિગ્રી વધુ

હવામાન નિષ્ણાંત અંકિત પટેલે જણાવ્યું હતું કે રવિવારે અમદાવાદના વાતાવરણમાં લોઅર અને મધ્ય લેવલ પર એન્ટી સાયકક્લોનિક સરક્યુલેશન રચાયું છે, સાથો સાથ પવનની દિશા બદલાઇને પુર્વથી દક્ષિણ-પુર્વના સુકા ગરમ પવનો ફુંકાયા હતા.  

સાયક્લોનિક સરક્યુલેશનમાં ગરમ પવનો વાતાવરણમાં જઇને ઠંડા થઇને જમીન તરફ આવે છે. ખાસ કરીને શહેરી વિસ્તારોના ક્રોકિંટના બિલ્ડીંગો ઝડપથી ગરમ થાય છે. અમદાવાદ ઉપરાંત રાજ્યના વિવિધ શહેરોમાં ગરમીનો પારો સામાન્ય કરતાં 5થી 9 ડિગ્રી ઉંચકાયો હતો.  

કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડમાં તાપમાનમાં અસામાન્ય વધારો, વધુ બે દિવસ ગરમી પડશે

ભારતીય હવામાન વિભાગના વિજ્ઞાની ડૉ.નરેશે જણાવ્યું હતું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં જોવા મળી રહી છે. તેના કારણે જમ્મુ-કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થઈ શકે છે. તેમણે કહ્યું હતું કે હાલ દેશમાં મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાન સામાન્ય કરતા વધારે છે. રાજધાની દિલ્હીમાં તાપમાન સામાન્ય કરતા 10 ડિગ્રી વધારે છે. જ્યારે શિમલા સહિતના હિમાચલ પ્રદેશના વિવિધ વિસ્તારોમાં પણ તાપમાન સામાન્ય કરતા ઊંચુ નોંધાયું હતું.

Read more

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow
એસ.ટી.ની નવી નકોર બસમાં ગંદકીના ગંજનો વીડિયો વાઈરલ

એસ.ટી.ની નવી નકોર બસમાં ગંદકીના ગંજનો વીડિયો વાઈરલ

આ છે રાજકોટ એસટી ડિવિઝનની એક્સપ્રેસ બસની બદતર હાલત. 30 જુલાઈના ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 151 નવી એસ.ટી. બસોને લીલીઝંડી આપવા

By Gujaratnow
આસારામની હાલત ગંભીર, ઇન્દોરની હોસ્પિટલમાં ICUમાં દાખલ

આસારામની હાલત ગંભીર, ઇન્દોરની હોસ્પિટલમાં ICUમાં દાખલ

ગુજરાત અને રાજસ્થાનમાં બળાત્કારના દોષિત અને આજીવન કેદની સજા ભોગવી રહેલા 86 વર્ષીય આસારામને ફરી એકવાર રાહત મળી છે. રાજસ્થાન હાઈકોર્ટે આજે 8 ઓગસ્

By Gujaratnow
અહાન-અનિતની રિયલ લાઇફ લવસ્ટોરી; મોલનો રોમાન્સ કેમેરામાં કેદ થયો

અહાન-અનિતની રિયલ લાઇફ લવસ્ટોરી; મોલનો રોમાન્સ કેમેરામાં કેદ થયો

'સૈયારા'એ કમાણીના સંદર્ભમાં ઘણા નવા રેકોર્ડ બનાવ્યા છે અને ફિલ્મ બ્લોકબસ્ટર બની છે. ફિલ્મ બાદ અહાન પાંડે અને અનિત પડ્ડા રાતોરાત

By Gujaratnow