કેન્સરના દર્દીના લાભાર્થે વિદેશથી રૂપિયાનું પાર્સલ આવ્યું છે કહી 35 હજાર પડાવી લીધા

કેન્સરના દર્દીના લાભાર્થે વિદેશથી રૂપિયાનું પાર્સલ આવ્યું છે કહી 35 હજાર પડાવી લીધા

છેતરપિંડી કરતા ગઠિયાઓ અવનવા ખેલ કરીને લોકોને ફસાવતા હોય છે. આવા જ વધુ એક કિસ્સામાં કેન્સર પીડિતોને ભારતમાં મદદ કરવા વિદેશથી મોટી રકમનું પાર્સલ મોકલ્યાનું કહી યુવક પાસેથી રૂ.35 હજાર ખંખેરી લીધા હતા.

જૂના મોરબી રોડ પર આશાપુરા પાર્કમાં રહેતા અને બાંધકામનો વ્યવસાય કરતાં વિજય નાગદાનભાઇ કુંભારવાડિયા (ઉ.વ.34)એ બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અભિલાશ તિવારી અને જિતેન્દ્રસિંઘના નામ આપ્યા હતા, વિજયે ફરિયાદમાં જણાવ્યું હતું કે, વર્ષ 2020માં તેના વોટ્સએપ પર મેસેજ આવ્યો હતો.

મેસેજ કરનારે પોતે કેન્સર પીડિત છે અને ભારતમાં રહેતા કેન્સર પીડિતોને આર્થિક મદદ કરવા ઇચ્છે છે તે માટે નામ સરનામું મોકલવાનું કહ્યું હતું અને બીજા દિવસે વીડિયો કોલ કર્યો હતો જેમાં ફોન કરનારે પોતના નાકમાં નળી પણ લગાવી હોય વિજય તેની જાળમાં ફસાઇ ગયો હતો.

થોડા દિવસ બાદ વિજયને ફોન આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે, દિલ્હી કસ્ટમ ઓફિસેથી બોલે છે અને રોકડ ભરેલું પાર્સલ આવ્યું છે તે છોડાવવા માટે રૂ.35 હજાર કસ્ટમ ડ્યૂટી ભરવાની છે, વિજયે કસ્ટમ ડ્યૂટીના રૂ.35 હજાર ભરતા અભિલાશ અને જિતેન્દ્રસિંઘના ખાતામાં રકમ જમા થઇ ગઇ હતી બાદમાં વધુ રૂ.1,23,900ની માંગ કરતાં વિજયને પોતાની સાથે છેતરપિંડી થઇ રહ્યાનું લાગતા તેણે રકમ મોકલી નહોતી, આ મામલે અંતે પોલીસે બે શખ્સ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow