પર્વતોમાં 30% ઓછી હિમવર્ષા, ફેબ્રુઆરીમાં મે જેવી સ્થિતિ; ગ્લેશિયર પણ પીગળી રહ્યાં છે

પર્વતોમાં 30% ઓછી હિમવર્ષા, ફેબ્રુઆરીમાં મે જેવી સ્થિતિ; ગ્લેશિયર પણ પીગળી રહ્યાં છે

ઉત્તરાખંડ, હિમાચલ અને કાશ્મીરના પર્વતોમાં હિમવર્ષા સરેરાશ કરતાં ઓછી એટલે કે માત્ર 70 ટકા થઇ. હિમાચલમાં અત્યાર સુધીમાં સરેરાશ કરતાં 21%, કાશ્મીરમાં 30% અને ઉત્તરાખંડમાં 33% હિમવર્ષામાં ઘટાડો નોંધાયો છે. હવામાનના નિષ્ણાતોનું કહેવું છે કે પહાડોની ઉપરની સપાટી પર ઠંડી સતત વધી રહી છે, જેના કારણે બરફના સંચયની ઊંચાઈ પણ વધી રહી છે. એટલે કે આગામી વર્ષોમાં હવે જે વિસ્તારોમાં બરફ પડી રહ્યો છે તેના કરતાં વધુ ઊંચાઈવાળા વિસ્તારોમાં બરફ પડશે. આગામી 20-25 વર્ષોમાં ગ્લેશિયર સતત પીગળતાં રહેશે. તેમજ હિમયુગના સમયથી બરફથી ઢંકાયેલા પર્વતો પણ પીગળશે. એટલા માટે સમયસર તેનું નિયંત્રણ કરવું જરૂરી છે.

દર વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં કાશ્મીરમાં 12 ઇંચથી વધુ બરફ પડતો હોય છે. આ વખતે માત્ર ચાર ઈંચ જેટલો જ બરફ પડ્યો હતો અને તે પણ થોડા દિવસોમાં પીગળી ગયો. કાશ્મીર યુનિવર્સિટી દ્વારા છેલ્લાં 40 વર્ષના ડેટાનું વિશ્લેષણ કરતા તાજેતરના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે અહીં વાર્ષિક મહત્તમ તાપમાન 0.038 ડિગ્રી સેલ્સિયસ અને ન્યૂનતમ 0.016 ડિગ્રી વધી ...અનુસંધાન પાના નં. 15 રહ્યું છે. 1980થી 2019 દરમિયાન વરસાદ અને હિમવર્ષામાં પણ દર વર્ષે 1.24 મીમીનો ઘટાડો થઈ રહ્યો છે.

2030 સુધીમાં વૈશ્વિક તાપમાનમાં 1.5 ડિગ્રી સેલ્સિયસ વધારો થવાની સંયુક્ત રાષ્ટ્રની આગાહીથી વિપરીત 2018માં હિમાલયન પ્રદેશમાં તાપમાન પહેલાંથી જ 1.5 ડિગ્રી સેલ્સિયસ વધ્યું છે. કાશ્મીરના હવામાનશાસ્ત્રી સોનમ લોટસનું કહેવું છે કે હવામાન પરિવર્તનના કારણે આ વખતે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં માત્ર 70 ટકા હિમવર્ષા થઈ છે. બીજી તરફ, હિમાચલપ્રદેશમાં પણ જાન્યુઆરીથી 16 ફેબ્રુઆરી સુધી સરેરાશ 139.2 મીમી વરસાદ અને હિમવર્ષા થાય છે, પરંતુ આ વર્ષે અત્યાર સુધીમાં 110.4 મીમી વરસાદ થયો છે, જે સરેરાશ કરતાં 21% ઓછો છે. જાન્યુઆરીમાં માત્ર 3% વરસાદ થયો હતો જ્યારે 2022માં 92% વાદળો વરસ્યાં હતાં.

કેદારનાથ સિવાય બાકીનાં ત્રણ ધામોમાં બરફ દેખાતો નથી
ઉત્તરાખંડમાં ફેબ્રુઆરીમાં મે જેવી ગરમી પડી રહી છે. જ્યારે ગંગોત્રી મંદિરમાં પ્રથમ વખત એવું બન્યું છે કે બરફ દેખાતો નથી. ગયા વર્ષ સુધી અહીં પાંચ ફૂટ સુધી બરફ જામેલો રહેતો હતો અને સરેરાશ 20 ફૂટ સુધી હિમવર્ષા થતી હતી. કેદારનાથ સિવાય અન્ય ત્રણ ધામોમાં પણ બરફ દેખાતો નથી.

હિમવર્ષાની પેટર્ન બદલાશે, કારણ કે ઠંડી પણ પર્વતોની ઉપરની સપાટી તરફ આગળ વધી રહી છે { પર્વતીય વિસ્તારમાં હવામાન આટલું ઝડપથી કેમ બદલાઈ રહ્યું છે? વૈશ્વિક સરેરાશ તાપમાન ઘટી રહ્યું નથી કારણ કે ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનને રોકવા માટે કડક પગલાં લેવામાં આવતાં નથી. જો તાપમાન નિયંત્રણનો લક્ષ્યાંક 1.5 અથવા 2 ડિગ્રી સુધી મર્યાદિત રાખવો હોય તો કડક પગલાં ભરવા પડશે. જો આમ નહીં થાય તો પહાડો પર ઓછી હિમવર્ષા થશે અને તાપમાન વધશે.

  • વધતા તાપમાનની શું અસર થશે?

હવામાન વિભાગે ઉત્તર-પશ્ચિમ ભારતના મોટા ભાગના ક્ષેત્રોમાં સામાન્ય તાપમાનથી ઉપરની આગાહી કરી છે. આ સિઝનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી રહી છે. તે ભારે હિમવર્ષા અને વરસાદની સ્થિતિનું કારણ બને તેટલી તીવ્ર પણ નહોતી. પરિણામે ઠંડા પવનો ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં પહોંચી શક્યા ન હતા, જેના કારણે શિયાળામાં પણ ગરમી પડી હતી.

  • શું પહાડી વિસ્તારો જોખમમાં છે?

આ કહેવું વહેલું ગણાશે કારણ કે, હિમવર્ષાનું પેટર્ન અનિયમિત અને અણધારી બની જશે. અમુક વર્ષોમાં ભારે વરસાદ જોવા મળશે.

પર્વતો મૂળ સ્વરૂપ ગુમાવશે
હવામાનશાસ્ત્રી ડૉ. ડી.પી. દુબે કહે છે કે છેલ્લાં 50 વર્ષમાં વાતાવરણમાં આવેલા ફેરફારને કારણે મેદાનોમાં સરેરાશ તાપમાન 0.5 ડિગ્રી સેલ્સિયસ અને પહાડોમાં 0.3 ડિગ્રી સેલ્સિયસ વધ્યું છે. પહાડોમાં હિમવર્ષા અને વરસાદનું સરેરાશ સ્તર ઘટી ગયું છે અને તાપમાનમાં પણ વધારો થયો છે. ગ્લેશિયર્સ બહુ ઓછા રિચાર્જ થયા છે. જો આ સ્થિતિ રહેશે તો આપણા પર્વતો તેમનું મૂળ સ્વરૂપ ગુમાવી શકે છે.

ઉત્તરાખંડમાં યલો એલર્ટ, તાપમાન સામાન્ય કરતાં 10-12 ડિગ્રી વધારે
ઉત્તરાખંડમાં હવામાન વિભાગે ગુરુવારે યલો એલર્ટ જારી કરતા કહ્યું હતું કે આગામી 4 દિવસ સુધી તાપમાન સામાન્ય કરતાં 10થી 12 ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે, જે અત્યાર સુધીનો રેકોર્ડ હશે. ગ્લેશિયર વિજ્ઞાની ડૉ. ડીપી ડોભાલે કહ્યું કે ફેબ્રુઆરીમાં આટલું તાપમાન અસામાન્ય છે. કેટલીકવાર આ જંગલની આગને કારણે થાય છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow