ઘરેણાં ઊજળા કરી આપવાના બહાને 30 ગ્રામ સોનું કાઢી લીધું

ઘરેણાં ઊજળા કરી આપવાના બહાને 30 ગ્રામ સોનું કાઢી લીધું

શહેરમાં ઘરેણાં ઊજળા કરી આપવાના બહાને સોનું કાઢી લઇ છેતરપિંડી કરી બે શખ્સ રફુચક્કર થઇ જતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. કોઠારિયા રોડ, રાજલક્ષ્મી સોસાયટીમાં રહેતા લાડુબેન રણછોડભાઇ ઘુસાભાઇ પાનસુરિયા નામના વૃદ્ધા શનિવારે બપોરે ઘરે હતા. ત્યારે બે શખ્સ ઘરમાં આવી અમે સેલ્સમેન છીએ, તમારા વાસણ અને ઘરેણાંને ચળકાવી આપીશું. સેમ્પલના કોઇ પૈસા ન હોવાનું કહેતા તેમને પહેલા તાંબાના વાસણ આપ્યા હતા.

જે વાસણ ઊજળા કરી આપ્યા બાદ બે પૈકી એક શખ્સે વૃદ્ધાએ પહેરેલી ચાંદીની તેમજ સોનાની વીંટી પણ ચળકાટ કરી આપીએ લાવો. તેમ કહેતા તેને બંને વીંટી પણ ચળકાટ કરી આપી હતી. જેથી કબાટમાં રાખેલી પતિની બે સોનાની વીંટી લઇ આવી તેમજ પોતાની ચાર બંગડી બંનેને આપી હતી.

ત્યારે બંને શખ્સે ઘરેણાં પર બ્રશ ફેરવી બે-ત્રણ પાણી જેવા પ્રવાહી વસ્તુમાં ઘરેણાં નાખી બહાર કાઢી પાછા આપ્યા હતા અને કહ્યું કે, હળદરવાળા પાણીમાં પલાળ્યા બાદ કપડાંથી સાફ કરી પહેરજો તેમ કહી બંને જતા રહ્યા હતા. બાદમાં ઘરેણાંનું વજન ઓછું જણાતા પતિ ઘરે આવ્યા બાદ વાત કરી હતી. ઘરેણાંનું વજન કરાવતા બંને શખ્સે ઘરેણાંમાંથી રૂ.1.50 લાખની કિંમતનું 30 ગ્રામ સોનું કાઢી લીધાનું જાણવા મળ્યું હતું. ત્યાર બાદ બે અજાણ્યા શખ્સ સામે ભક્તિનગર પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow