બાપોદમાં બ્રાન્ડેડ કંપનીનો ડુપ્લિકેટ માલ વેચતા 3 વેપારીઓની ધરપકડ

બાપોદમાં બ્રાન્ડેડ કંપનીનો ડુપ્લિકેટ માલ વેચતા 3 વેપારીઓની ધરપકડ

બાપોદ વિસ્તારમાં 3 સ્થળે પુમાના ઇન્વેસ્ટીગેશન ઓફિસર હેમંત જીતેન્દ્રકુમાર બરડીયા (રે.રાજસ્થાન)એ બાપોદ પોલીસ સાથે દરોડા કરી એ વન સુપર કલેક્શનના સંચાલક આરીફ ખત્રી (આજવા રોડ)પાસેથી પુમાના લોગો વાળા 24,600ની કિંમતના કપડાં, ગાયત્રી કલેક્શનના સંચાલક આકાશ જૈન (રહે.આજવા રોડ)ની દુકાનમાંથી ~5500ની પુમાની ડુપ્લીકેટ ટીશર્ટનો જથ્થો તથા હાવે સ્પોર્ટ દુકાનમાં સંચાલક મણિશંકર સિંઘ (રહે,બાપોદ)ની દુકાનમાંથી પુમા કંપનીના ડુપ્લીકેટ ~39 હજારના ટીશર્ટ, શોર્ટ નીકર તથા ટ્રેક પેન્ટ મેળવ્યા હતા. પોલીસે 330 ટીશર્ટ, 212 ટ્રેક, 100 શોર્ટ નીકર તથા 69 જેકેટ સહીત કુલ રૂ. 1,27,300નો મુદ્દામાલ કબજે કરી આરોપીઓની કોપીરાઇટ એકટ મુજબ ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી.

દુકાનદારો દિલ્હીથી ડુપ્લિકેટ માલ લાવી વેચતા હતા
કંપનીના અધિકારીએ જણાવ્યું કે ‘દિલ્હીથી ડુપ્લીકેટ માલ લાવી વેપારીઓ વડોદરામાં સસ્તામાં વેચતાં હતા. જેથી કંપનીના માલના વેચાણને ફટકો પડયો હતો. જે બરમુંડો અમારી કંપની ~1200મા વેચે છે તે વેપારીઓ દિલ્હીથી રૂા.65માં જથ્થાબંધ લાવતાં હતા. જે રૂા.100માં વેચતાં હતા.પાંચ વર્ષમાં નકલી માલને કારણે બેથી અઢી કરોડનું નુકશાન થયાનો અંદાજ છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow