28 નવેમ્બરે વિવાહ પંચમી

28 નવેમ્બરે વિવાહ પંચમી

માગશર મહિનાના સુદ પક્ષની પાંચમ તિથિએ વિવાહ પંચમી પર્વ છે. શાસ્ત્રો પ્રમાણે આ દિવસનું ખાસ મહત્ત્વ છે. વાલ્મીકિ રામાયણ પ્રમાણે આ દિવસે પુરૂષોત્તમ શ્રીરામના લગ્ન માતા સીતા સાથે થયાં હતાં. દર વખતે આ દિવસે ભગવાન રામ અને માતા સીતાના લગ્ન એક ઉત્સવ તરીકે ઊજવવામાં આવે છે.

આ વર્ષે વિવાહ પંચમીનો શુભ દિવસ 28 નવેમ્બરના રોજ છે. આ દિવસે ભગવાન રામ-સીતાની ખાસ પૂજા થાય છે. વ્રત રાખવામાં આવે છે. આખો દિવસ મંદિરમાં યજ્ઞ-અનુષ્ઠાન અને ભજન-કીર્તન થાય છે. આ પર્વમાં રામચરિતમાનસનો પાઠ કરવાની પણ પરંપરા છે.

રામચરિત માનસ પાઠનું ખાસ મહત્ત્વ છે
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે માગશરની પાંચમ તિથિએ જ તુલસીદાસજીએ રામચરિતમાનસ પૂર્ણ કર્યું હતું, સાથે જ રામ સીતાજીના લગ્ન પણ આ દિવસે થયાં હતાં એટલે વિવાહ પંચમીના દિવસે રામચરિતમાનસનો પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે જો આ દિવસે રામચરિતમાનસનો પાઠ કરવામાં આવે તો ઘરમાં સુખ-શાંતિ આવે છે.

વિવાહ પંચમીના દિવસે વ્રત રાખવાથી લગ્નમાં આવતાં વિઘ્નો દૂર થાય છે

લગ્નમાં આવતી અડચણ દૂર થશે
જે લોકોના લગ્નમાં વિઘ્નો આવી રહ્યા હોય અથવા પછી મોડું થઈ રહ્યું હોય તેમણે વિવાહ પંચમીના દિવસે વ્રત રાખવું જોઈએ અને વિધિ-વિધાન સાથે ભગવાન રામ અને માતા સીતાનું પૂજન કરવું જોઈએ. સાથે જ પ્રભુ શ્રીરામ અને માતા સીતાના લગ્ન કરાવવા જોઈએ.

પૂજા દરમિયાન પોતાના મનમાં મનોકામના કહેવી જોઈએ. માન્યતા છે કે તેનાથી જલ્દી લગ્ન થવાના યોગ બને છે સાથે જ સુયોગ્ય જીવનસાથીની પ્રાપ્તિ થાય છે અને લગ્નમાં આવી રહેલાં વિઘ્નો દૂર થાય છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow