26318 વિદ્યાર્થીઓ આજે જ્ઞાનસેતુ ડે સ્કૂલમાં પ્રવેશ માટે એન્ટ્રન્સ ટેસ્ટ આપશે

26318 વિદ્યાર્થીઓ આજે જ્ઞાનસેતુ ડે સ્કૂલમાં પ્રવેશ માટે એન્ટ્રન્સ ટેસ્ટ આપશે

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જ્ઞાનસેતુ ડે સ્કૂલ, જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કૂલ, ટ્રાયલબ રેસીડેન્સિયલ સ્કૂલ, રક્ષાશક્તિ સ્કૂલ અને મોડેલ સ્કૂલના ધો.6માં પ્રવેશ માટે આજે કોમન પ્રવેશ પરીક્ષા લેવાશે. રાજકોટ જિલ્લામાં 26318 વિદ્યાર્થીઓ આ શાળામાં પ્રવેશ માટેની એન્ટ્રન્સ ટેસ્ટ અપાશે. બપોરે 12 વાગ્યાથી પરીક્ષા શરૂ થશે અને ધોરણ 5ના અભ્યાસક્રમના આધારે એમસીક્યુ પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવશે.

રાજકોટમાં 132 કેન્દ્ર પર પરીક્ષા લેવા માટેની વ્યવસ્થા જિલ્લા શિક્ષણતંત્ર દ્વારા કરવામાં આવી છે. આ તમામ શાળાઓ ધોરણ 6થી 12ની રહેશે અને તેમાં સંપૂર્ણ શિક્ષણ તમામ વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક રહેશે. આ શાળામાં સરકારી અને અનુદાનિત શાળાઓમાં ધોરણ‌ 1થી 5નો અભ્યાસ કરેલ હોય તથા ધોરણ 5નો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ ધોરણ 6 માટે પ્રવેશ પરીક્ષા આપી શકશે. આ પ્રવેશ પરીક્ષાના મેરિટના આધારે ધોરણ 6માં પ્રવેશ આપવામાં આવશે.

આ શાળાઓમાં ગુજરાત રાજ્યના સરકારી શાળાઓમાં ભણતા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની ઓળખ કરી તેમને શ્રેષ્ઠ ભૌતિક અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓથી સજજ ભવિષ્યલક્ષી ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં આવશે. જોકે સરકારના આ જ્ઞાનસેતુ સ્કૂલ સામે રાજ્યમાં શાળા સંચાલક મંડળો, શિક્ષણવિદો સહિતનાઓએ વિરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ શાળાઓ અમલમાં આવ્યા બાદ સરકારી શાળા ખતમ થશે. કેટલાકે કહ્યું હતું કે, જ્ઞાનસેતુ શાળા બનાવવાને બદલે સરકારી શાળા પાછળ ખર્ચો કરવામાં આવે. પરંતુ વિરોધ વચ્ચે આજે રાજ્યભરમાં જ્ઞાનસેતુ ડે સ્કૂલમાં ધોરણ 6માં પ્રવેશ માટેની એન્ટ્રન્સ ટેસ્ટ લેવાશે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow