કારેલીબાગમાં 25 હજાર લોકોને ઓછું પાણી મળશે

કારેલીબાગમાં 25 હજાર લોકોને ઓછું પાણી મળશે

શહેરના કારેલીબાગ વિસ્તારમાં સંગમ ચારરસ્તા પાસેના રોડ ઉપર આવેલી ગ્રાહક સુરક્ષા ઓફિસ બહાર પાણીની લાઈનનું સમારકામ કરવામાં આવશે. જેના પગલે બુધવારે અંદાજિત 25 હજાર જેટલા શહેરીજનોને સાંજનું પાણી ઓછા પ્રેશરથી અને નિયત સમય કરતાં વિલંબથી આપવામાં આવશે.શહેરમાં પાલિકાની પાણી પુરવઠા શાખા દ્વારા કારેલીબાગ ટાંકીમાં આવતી 600 મિમી પાણીની મુખ્ય ફીડર લાઇન અમિતનગર ચાર રસ્તાથી આનંદ નગર તરફ જતા અને ગ્રાહક સુરક્ષા ઓફિસ બહાર લીકેજ મળ્યું હતું.

બુધવારે સવારે મુખ્ય ફીડર લાઇન બદલવાની અને સમારકામ કરવાની કામગીરી કરવામાં આવનાર છે. જેના પગલે બુધવારે સાંજે કામગીરી પૂર્ણ થયા બાદ કારેલીબાગ ટાંકીમાંથી આપવામાં આવતાં ઓછા પ્રેશરથી અને ઓછા સમય માટે પાણી આપવામાં આવશે. જેને પગલે અંદાજિત આ વિસ્તારના 25 હજારથી વધુ લોકોને ઓછા પ્રેશરથી પાણી આપવામાં આવનાર છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow