બંગાળી વેપારીની દુકાનમાંથી 25 લાખના સોનાની તસ્કરી

બંગાળી વેપારીની દુકાનમાંથી 25 લાખના સોનાની તસ્કરી

રાજકોટમાં પેલેસ રોડને લાખેણો વિસ્તાર કહેવામાં આવે છે.જ્યાં લોકો ઘરનું વાસ્તુ,ઘરની ખરીદી, સોના-ઘરેણાની ખરીદી તેમજ અન્ય કિંમતી ચીજ વસ્તુઓની ખરીદી કરવા આવે છે.ત્યારે પેલેસ રોડ પર અગાઉ અનેક વાર ચોરી અને લૂંટમાં બનાવ બની ચુક્યા છે.ત્યારે ગઇકાલે પેલેસ રોડ પર આવેલા આશાપુરા માતાજીના મંદિરની સામે રાજશ્રુંગી બિલ્ડીંગના ત્રીજા માળે આવેલી ઓર્નામેન્ટની દુકાનમાંથી અંદાજિત 425 ગ્રામ સોનુ રૂપિયા 25 લાખનું ચોરી થયાની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ તુરંત ઘટના સ્થળે પહોંચી ગયો હતો

ચાર બંગાળી કારીગર કામ કરે છે
પોલીસે આજુબાજુના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા તેમજ ઓફિસમાં કામ કરતા કારીગરોને પૂછપરછ કરતા તમામ અલગ અલગ રટણ કરતા હોય જેથી તમામને પોલીસમાં થકે લઈ જઈ પૂછપરછ આદરી છે.વધુ વિગતો મુજબ,પેલેસ રોડ પર આશાપુરા મંદિરની સામે આવેલા રાજશ્રુંગી બિલ્ડીંગના ત્રીજા માળે એસ.એમ.ઓનામેન્ટ નામની ઓફિસ 345 નંબરની ધરાવતા મયુદ્દીન બંગાળીએ જણાવ્યું હતું કે,પોતે સોની બજારના અલગ અલગ વેપારીઓ પાસેથી સોનુ આવે તેના ઓર્ડર મુજબ દાગીના બનાવે છે અને તે ઘણા વર્ષોથી રાજકોટ જ રહે છે અને તેમની બીજા ચાર બંગાળી કારીગર કામ કરે છે.

અમારી ઓફિસમાં સોની વેપારીઓનું અંદાજિત 400 થી 425 ગ્રામ સોનુ પડેલું હતું અને તેમના દાગીના ઓર્ડર મુજબ બનાવવાના હતા.ગઈકાલે મોડી રાત્રે 11 વાગ્યા સુધી સોની કામ કર્યા બાદ ચારેય કારીગર ઓફિસ બંધ કરી પોતાના ઘરે ચાલ્યા ગયા હતા અને નિત્ય ક્રમ મુજબ આજે વહેલી સવારે ચારેય કારીગર ઓફિસ ખોલી પોતાના કામ માટે ટેબલનું ખાનું ખોલી સોનુ લેવા ગયા ત્યારે તેમાં હતું નહીં જેથી તારે કારીગર મને જાણ કરતા હું તુરંત જ મારી ઓફિસે પહોંચી ગયો હતો અને મેં તુરંત જ એ ડિવિઝન પોલીસમાં જાણ કરી હતી.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow