23 ડિસેમ્બરે પિતૃઓને ધૂપ-ધ્યાન કરવાનો શુભ યોગ

શુક્રવાર, 23 ડિસેમ્બરે માગશર મહિનાની અમાસ છે. આ દિવસે માગશર મહિનો પૂર્ણ થઈ જશે. અમાસનું મહત્ત્વ પણ પર્વ જેવું જ છે અને તેને લગતી અનેક પરંપરાઓ પણ છે, જેનું પાલન કરવાથી ધર્મલાભ સાથે જ સ્વાસ્થ્યને પણ લાભ મળે છે.

માગશર અમાસના દિવસે કેવા-કેવા શુભ કામ કરી શકાય છે.....
પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની પરંપરા
અમાસના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની અને તીર્થ દર્શન કરવાની પરંપરા છે. જો આ દિવસે કોઈ નદીમાં સ્નાન કરી શકો નહીં તો ઘરના પાણીમાં થોડું ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરો. સ્નાન કરતી સમયે બધી જ નદીઓના તીર્થનું ધ્યાન કરવું જોઈએ. આવું કરવાથી પણ તીર્થ સ્નાન સમાન પુણ્ય ફળ મળી શકે છે. મંદિરમાં દર્શન કરવા જશો શકો નહીં તો ઘરના મંદિરમાં જ પૂજા કરો. પોતાના આરાધ્ય દેવના મંત્રનો જાપ કરો.

પિતૃઓ માટે બપોરે 12 કલાકે ધૂપ-ધ્યાન કરો
અમાસ તિથિના સ્વામી પિતૃ દેવતા છે. એટલે અમાસના દિવસે ઘરના પિતૃ દેવતા માટે ધૂપ-ધ્યાન કરો. નદી સ્નાન કરવા જાવ તો સ્નાન કર્યા પછી પિતૃઓના નામથી તર્પણ કરો. હાથમાં નદીનું જળ લો અને અંગૂઠા તરફથી જળ અર્પણ કરો. અમાસના દિવસે બપોરે લગભગ 12 કલાકે પિતૃઓ માટે ધૂપ-ધ્યાન કરો. તેના માટે ગોબરના છાણા પ્રગટાવો અને જ્યારે ધુમાડો બંધ થાય ત્યારે છાણા ઉપર ગોળ-ઘી રાખીને ધૂપ આપો. ધૂપ આપતી સમયે પિતૃઓનું ધ્યાન કરો. જરૂરિયાતમંદ લોકોને ભોજન દાન કરો. પિતૃઓ માટે ધન, અનાજ અને ગરમ કપડાનું દાન પણ કરો.
- આ દિવસે ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીનો અભિષેક કરો. વિષ્ણુ-લક્ષ્મીની પૂજા કરો. મીઠાઈનો ભોગ તુલસી સાથે ધરાવવો. ધૂપ-દીપ પ્રગટાવીને આરતી કરો. અને ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો. ધ્યાન કરો.
- અમાસ તિથિએ તુલસીના પાન તોડવા જોઈએ નહીં, એટલે એક દિવસ પહેલાં જ પૂજા માટે તુલસીના પાન તોડીને રાખવા જોઈએ.
- શુક્રવારનો કારક ગ્રહ શુક્ર છે. એટલે શુક્રવારે શિવજીની પણ પૂજા કરો. આ દિવસે શિવલિંગ ઉપર જળ ચઢાવવું અને દીવો પ્રગટાવીને ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. મંત્રજાપ રૂદ્રાક્ષની માળાની મદદથી કરો.