સૌરાષ્ટ્રના 224 એડ્વોકેટ વકીલાતની સાથે કોલેજમાં પ્રોફેસર તરીકે પણ ફરજ બજાવે છે!

સૌરાષ્ટ્રના 224 એડ્વોકેટ વકીલાતની સાથે કોલેજમાં પ્રોફેસર તરીકે પણ ફરજ બજાવે છે!

રાજકોટ સહિત સૌરાષ્ટ્રની લો કોલેજોમાં પરીક્ષા દરમિયાન બેરોકટોક ચોરી થતી હોવાની બાબત અનેક વખત ચર્ચામાં રહેતી હોય છે, પરંતુ હવે લો કોલેજોના પ્રોફેસરોને લઈને વિવાદ થયો છે. સૌરાષ્ટ્રમાં 224 એવા અધ્યાપક છે જેઓ કોલેજોમાં વિદ્યાર્થીઓને ભણાવવાની સાથે સાથે વકીલાત પણ કરી રહ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે લો કોલેજોમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા 297 અધ્યાપકનું લિસ્ટ તૈયાર છે જેમાંથી 224 અધ્યાપક એવા છે જેમની પાસે સનદ પણ છે. યુનિવર્સિટી પાસે આ 224 પ્રોફેસરના સનદ નંબર સાથેનું લિસ્ટ ઉપલબ્ધ છે.

લો કોલેજોના પ્રોફેસરોને લઈને વિવાદ થયો
સૌરાષ્ટ્રની લો કોલેજના પ્રોફેસરોને જાણે બંને હાથમાં લડવા લઈ લેવા હોય એમ તેઓ વકીલાત પણ કરી રહ્યા છે અને કોલેજોમાં પ્રોફેસર તરીકે નોકરી પણ કરી રહ્યા છે. આ બંને વ્યવસાય એકસાથે કરવા ગેરકાયદે હોવાનું નિષ્ણાતો જણાવે છે.બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના નિયમ પ્રમાણે સનદ પ્રાપ્ત કરનાર વ્યક્તિ વકીલાત કરી શકે અથવા તે કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવી શકે. જો પ્રોફેસર કોલેજમાં ભણાવે તો તેણે પોતાની સનદ જમા કરાવવી દેવી પડે છે અને જો તે સનદ જમા ન કરાવે અને વકીલાત કરે તો તેની સાથે અન્ય કોઈપણ વ્યવસાય કરી શકે નહીં.

સૌરાષ્ટ્રના 224 અધ્યાપકની યાદીએ ચર્ચા જગાવી
પરંતુ સૌરાષ્ટ્રના 224 અધ્યાપકની યાદીએ ચર્ચા જગાવી છે જેઓ સનદ પણ ધરાવે છે અને કોલેજોમાં પ્રોફેસર તરીકે ફરજ પણ બજાવે છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન ખાનગી કોલેજોમાં લો ફેકલ્ટીના વિદ્યાર્થીઓને એવા પ્રોફેસરો શિક્ષણ આપી રહ્યા છે જેઓ પોતે વકીલાતના વ્યવસાય સાથે પણ સંકળાયેલા છે.

લો કોલેજોમાં ભણાવતા કેટલા પ્રોફેસરો સનદ પણ ધરાવે
​​​​​​​સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને બાર કાઉન્સિલ વચ્ચે આ બાબતને લઇને પત્રવ્યવહાર ચાલી રહ્યા છે. જેમાં સૌરાષ્ટ્રની લો કોલેજોમાં ભણાવતા કેટલા પ્રોફેસરો સનદ પણ ધરાવે છે. તેનું આખું લિસ્ટ તૈયાર કરાયું છે. કુલ 297 જેટલા પ્રોફેસરો પૈકી 224 અધ્યાપકો એવા છે, જેઓ ભણાવવાની સાથે-સાથે વકીલાત પણ કરી રહ્યા છે.

અગાઉ બાર કાઉન્સિલના નિયમ ભંગ કરતી 21 કોલેજને નો-એડમિશન ઝોનમાં મૂકી હતી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન 21 જેટલી ખાનગી લો કોલેજના બિલ્ડિંગ, ભરતી, શૈક્ષણિક સુવિધા અને વ્યવસ્થા બાર કાઉન્સિલના નિયમ પ્રમાણે ચાલે છે કે કેમ તેના માટે એક કમિટીએ તપાસ કરી હતી અને તેનો રિપોર્ટ એકેડેમિક કાઉન્સિલમાં જમા કર્યો હતો જેમાં ખાનગી કોલેજો બાર કાઉન્સિલના નિયમોનું પાલન નહીં કરતી હોવાનું બહાર આવતા નવા વર્ષથી આ તમામ 21 લો કોલેજને નો-એડમિશન ઝોનમાં મૂકવા નિર્ણય કર્યો હતો. એટલે કે નવા શૈક્ષણિક વર્ષથી ખાનગી લો કોલેજો વિદ્યાર્થીઓને એડમિશન આપી શકશે નહીં.

યુનિવર્સિટીએ 96 પ્રોફેસરની માન્યતા રદ કરી હતી
નિયમ મુજબ કોઈ પ્રોફેસર કોલેજોમાં વિદ્યાર્થીઓને ભણાવવાની સાથે સાથે વકીલાત ન કરી શકે તેમ છતાં કેટલાક પ્રોફેસર બંને વ્યવસાય સાથે કરી રહ્યા હોવાનું ધ્યાને આવતા 96 જેટલા પ્રોફેસરની અધ્યાપક તરીકેની માન્યતા રદ કરવા એકેડેમિક કાઉન્સિલે નિર્ણય કર્યો છે. ઓક્ટોબરમાં મળેલી એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં લો કોલેજ બાર કાઉન્સિલના નિયમો પ્રમાણે ચાલે છે કે કેમ તે સહિતના જુદા જુદા 30થી વધુ મુદ્દાઓ ઉપર ચર્ચા થઇ હતી.

સનદ જમા કરાવવાની શરતે જ પ્રોફેસરની ભરતી થાય
એડવોકેટ એક્ટમાં ક્લિયર કટ પ્રોવિઝન છે કે જે કોઈ વ્યક્તિ વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલો હોય તે ક્યાંય ફુલટાઈમ નોકરી ન જ કરી શકે અથવા પાર્ટટાઈમ નોકરી પણ ન કરી શકે. અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વકીલો પાર્ટટાઈમ પ્રોફેસર હતા. તે પણ હવે રદ થઇ ગયું છે. હવે જે વ્યક્તિ ફુલટાઈમ પ્રોફેસર હોય તેમણે એડવોકેટની સનદ ડિપોઝિટ કરાવવી પડે. હજુ પણ જો કોઈ વ્યક્તિ આ બંને વ્યવસાય કરતા હોય તો યુનિવર્સિટી તેને છૂટો કરી શકે અને બાર કાઉન્સિલને ફરિયાદ મળે તો કાઉન્સિલ તેની સામે ધોરણસરની કાર્યવાહી કરી શકે. - મનોજ અનડકટ, ચેરમેન, એનરોલમેન્ટ કમિટી

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow