2200 બાળકોએ આપ્યો મતદાન જાગૃતિનો સંદેશ

2200 બાળકોએ આપ્યો મતદાન જાગૃતિનો સંદેશ

આગામી ગુજરાત વિધાન સભા સામાન્ય ચૂંટણી-2022 અંતર્ગત તાપી જિલ્લાના 172,વિધાનસભા નિઝર બેઠક માં માવિષ્ટ અને સોનગઢ નગરપાલિકા વિસ્તાર માં આવેલ મામલતદાર કચેરી ખાતે થી આશરે 2200 જેટલા વિદ્યાર્થી ઓ અને અગ્રણી નાગરિકો ની ફોર વોટ,વોટ ફોર તાપી થીમ આધારિત મતદાન જાગૃતિ રેલી યોજાઈ હતી.

તાપી જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી ભાર્ગવી બહેન દવે ના અધ્યક્ષસ્થાને નીકળેલી આ મતદાન જાગૃતિ રેલી માં મતદાન અચૂક કરજો ના સૂત્રોચ્ચાર થી નગર ગુંજી ઊઠયું હતું.તાપી જિલ્લા વહીવટી અને ચૂંટણી તંત્ર તથા સોનગઢ નગરપાલિકા ના સંયુક્ત ઉપક્રમે મતદાન જાગૃતિ રેલી મામલતદાર કચેરી થી નીકળી શિવાજી ચોક, નગરપાલિકા કચેરી,હાથી ફળીયા થઇ પારેખ ફળીયા, જુનાગામ મેઇન રોડ થી બાપા સીતારામ નગર થઈ ઉકાઇ રોડ અને બ્રાહ્મણ ફળીયા થી સ્ટેટ બેંક થઇ શિવાજી ચોક થઈ મામલતદાર કચેરી ખાતે પરત ફરી હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ભાર્ગવી બહેન દવે એ જણાવ્યું હતું કે, વિધાનસભા ની ચૂંટણી અંગે આપણા જિલ્લા માં પ્રથમ તબક્કા માં એટલે કે 1 ડિસેમ્બર 2022 ગુરુવાર ના રોજ સવારે 8 થી સાંજે 5 કલાક સુધી મતદાન થનાર છે.

આ પ્રસંગે કલેક્ટર તાપી એ 18 વર્ષ થી નાના બાળકો ને પોતાના પરિવારજનો અને આસપાસ ના સંબંધીઓ 1 ડિસેમ્બરે મતદાન અવશ્ય કરે એ હેતુ સાથે પ્રયત્ન કરવા જણાવી તે અંગે ની શપથ પણ લેવડાવી હતી.સાથે સાથે આ ચૂંટણી માં જેઓ પહેલી વખત મતદાન કરવાના છે તેવા શાળા કોલેજ ના વિદ્યાર્થીઓ ને પણ અચૂક મતદાન કરવા જવા માટે ના શપથ લેવડાવ્યા હતા.આગામી ચૂંટણી માં મહત્તમ સંખ્યામાં મતદારો મતદાન કરે જેમાં ખાસ કરીને 80 વર્ષ થી ઉપર ના વડીલ મતદારો, 18 વર્ષના યુવા

મતદારો,સગર્ભા માતા ઓ અને બહેનો સહિત તમામ મતદારો માટે મતદાન વ્યવસ્થા નું આયોજન જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરાયું છે. આ રેલીમાં સાર્વજનિક હાઇસ્કુલ,આદર્શ નિવાસી શાળા,યુનિક વિદ્યા ભવન,આર્ટ્સ અને કોમર્સ તથા સાયન્સ કોલેજ સહિત વિવિધ સરકારી વિભાગ ના અધિકારી-કર્મચારીઓએ પણ રેલીમાં ઉત્સાહ ભેર જોડાયા હતી.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow