મેહોણાવાળાના 21,138 કરોડ બેન્કોમાં પડ્યા છે

મેહોણાવાળાના 21,138 કરોડ બેન્કોમાં પડ્યા છે

મહેસાણા જિલ્લાવાસીઓ માસિક આવક સામે જીવનજરૂરી ચીજવસ્તુઓ પાછળ ખર્ચ અને ક્ષમતા પ્રમાણે મોજ-શોખની સાથે સારી એવી બચત પણ કરે છે. જિલ્લામાં વિવિધ 36 બેંકોની 385 શાખાઓ છે, જેમાં 30 સપ્ટેમ્બરની સ્થિતિએ અધધધ રૂ.21,138.1 કરોડની રકમ જમા (ડિપોઝિટ) પડી છે. એમાંયે સૌથી વધુ જમા રકમમાં મહેસાણા તાલુકાની 121 શાખામાં રૂ.8095.85 કરોડ અને સૌથી ઓછા જોટાણા તાલુકાની 5 શાખામાં રૂ.146.14 કરોડ જમા પડ્યા છે.

જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ કો-ઓ. બેંકની સૌથી વધુ 62 શાખા, બરોડા બેંકની 56, ગ્રામિણ બેંકની 48, એસબીઆઇની 34, એચડીએફસીની 20, યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની 18, બેંક ઓફ ઇન્ડીયાની 17, પંજાબ નેશનલ બેંકની 14, એક્સિસ બેંકની 13 તેમજ બંધન બેંક, આઇસીઆઇસીઆઇ બેંક અને યશ બેંકની 10-10 શાખાઓ છે. 22 બેંકોની 10 કરતાં ઓછી શાખા છે.

બેંક ડિપોઝિટમાં મહેસાણા પછી કડી, વિસનગર, વિજાપુર અને ઊંઝા 5મા ક્રમે જિલ્લામાં કુલ 385 બેંક શાખાઓ પૈકી જિલ્લા મથક મહેસાણા શહેર અને તાલુકામાં સૌથી વધુ એટલે કે ત્રીજા ભાગની 121 શાખાઓ આવેલી છે. આ શાખાઓના ખાતાઓમાં સૌથી વધુ રકમ ડિપોઝિટ થાય છે.

ત્યાર પછી રૂ.2000 કરોડથી વધુની ડિપોઝિટ ધરાવતાં તાલુકાઓમાં કડી બીજા, વિસનગર ત્રીજા, વિસનગર ચોથા ક્રમે છે. ગત 30 સપ્ટેમ્બર સુધીમાં જિલ્લાની શાખાઓમાં ડિપોઝિટની સ્થિતિમાં જીરૂના હબ ઊંઝા તાલુકાની બેંકોમાં કુલ રૂ.2355.43 કરોડ ડિપોઝિટ દર્શાવેલી છે. જિલ્લામાં ડિપોઝિટની દ્રષ્ટીએ ઊંઝા તાલુકો 5મા ક્રમે છે.

જિલ્લાની બેંકોમાં ડિપોઝિટ
તાલુકોશાખાજમા રકમ
મહેસાણા121રૂ.8095.85 કરોડ
કડી53રૂ.2889.89 કરોડ
વિસનગર45રૂ.2789.75 કરોડ
વિજાપુર55રૂ.2361.1 કરોડ
ઊંઝા46રૂ.2355.43 કરોડ
બહુચરાજી15રૂ.851.99 કરોડ
ખેરાલુ19રૂ.703.85 કરોડ
વડનગર18રૂ.655.86 કરોડ
સતલાસણા8રૂ.288.24 કરોડ
જોટાણા5રૂ.146.14 કરોડ

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow