ખોદકામ કરતાં 2000 વર્ષ જૂની મૂર્તિઓ મળી આવી, સોના-ચાંદીનાં સિક્કાઓથી ઢંકાયેલા હતાં ભગવાન

પુરાતત્વવિદોએ પાણીમાં સારી રીતે સંરક્ષિત 2 ડઝનથી પણ વધુ કાંસ્યની ગ્રીક- રોમન દેવતાઓની મૂર્તિઓને શોધી કાઢી છે. માહિતી અનુસાર આ મૂર્તિઓ 2 હજાર વર્ષથી પણ વધુ જૂની જોવા મળે છે. ઇટલીમાં ખોદકામ દરમિયાન આ મૂર્તિઓના એક્સપર્ટે મૂર્તિઓ વિશે માહિતી આપી હતી.

ઇટલીમાંથી મળી આવી આ મૂર્તિઓઆ પૌરાણિક મૂર્તિઓ ઇટલીનાં સિએના પ્રાંત ટસ્કની વિસ્તારમાંથી મળી આવી છે. આ શહેર રોમથી આશરે 160 કિલોમીટર ઉત્તરમાં છે. આ વિસ્તારને વર્ષ 2019થી પુરાતત્વવિદો એક પ્રાચીન સ્નાનાગરને એક્સપ્લોર કરી રહ્યાં છે. સિએનાનાં યૂનિવર્સિટી ફોર ફોરેનર્સનાં અસિસ્ટન્ટ પ્રોફેસર જૈકોપો તબોલી આ ખોદકામને કોર્ડિનેટ કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે આ અતિ મહત્વપૂર્ણ અને અસાધારણ શોધ છે.

ભૂમધ્યસાગરીયનાં ઇતિહાસની સૌથી અદ્ભૂત શોધક્લચર મિનિસ્ટ્રીનાં એક ટોપ અધિકારી માસ્સિમો ઓસાનાએ આ મૂર્તિઓની શોધને પ્રાચીન ભૂમધ્યસાગરીયનાં ઇતિહાસની સૌથી અદ્ભૂત શોધમાંથી એક જણાવી છે. ઓસાનાએ આ રિયાસ બ્રોન્ઝની શોધ બાદ આ સૌથી મહત્વપૂર્ણ શોધખોળ છે. તે દરમિયાન પ્રાચીન યૂનાની યોદ્ધાઓની એક વિશાળ જોડી મળી આવી હતી. વર્ષ 1972માં ઇટલીનાં એક સમુદ્રકિનારા પથી તેને નિકાળવામાં આવી હતી.

મૂર્તિઓને પહેલાં મંદિરોમાં સજાવવામાં આવી હતી
તબોલીએ કહ્યું કે હાઇજીયા, અપોલો અને બીજા ગ્રીક- રોમન દેવતાઓની આ મૂર્તિઓને પહેલાં મંદિરોમાં સજાવીને મૂકવામાં આવતી હતી. પરંતુ લાગે છે કે પહેલી શતાબ્દી દરમિયાન જ એક ધાર્મિક અનુષ્ઠાનમાં આ મૂર્તિઓને ગરમ પાણીમાં વિસર્જિત કરી દેવામાં આવી હતી. તેમણે કહ્યું કે તે મૂર્તિઓને એટલા માટે પાણીમાં વિસર્જિત કરાઇ હતી કારણકે તેમને એવી આશા રહેતી હતી કે જળ તેમને કંઇક આપશે.

આ મૂર્તિઓ સિક્કાઓથી ઢંકાયેલી હતીતબોલીએ કહ્યું કે આ મૂર્તિઓ આશરે 6000 કાંસ્ય, ચાંદી અને સોનાનાં સિક્કાઓથી ઢંકાયેલી હતી. સેન કૈસિયાનોનાં ગંદા ગરમ પાણીએ તેને સંરક્ષિત કરી છે. પુરાતત્વવિદોએ જણાવ્યું કે તેમની ટીમને 24 મોટી મૂર્તિઓ મળી આવી છે. આ સિવાય કાંસ્યની કેટલીક અને અમુક નાની-નાની મૂર્તિઓ પ્રાપ્ત થઇ છે.