20 વર્ષની ટીવી એક્ટ્રેસે મેકઅપ રુમમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરતાં ચકચાર

ટીવી જગતને વધુ એક મોટા ચહેરાની ખોટ પડી છે. 20 વર્ષની ટીવી એક્ટ્રેસ તુનીષા શર્માએ તેની સીરિયલના શુટિંગ વખતે મેકરુપમાં ગળેફાંસો આપઘાત કરી લેતા શોક વ્યાપ્યો હતો.

આ ચોંકાવનારા સમાચાર આવતા જ તમામના હોશ ઉડી ગયા છે. 20 વર્ષની નાની ઉંમરે એવું તે વળી શું દુખ આવ્યું કે આમ અચાનક તુનીષાએ મોતને વ્હાલું કરી લીધું તે સવાલ લોકોના મનમાં ઘોળાઈ રહ્યો છે.

ટોઈલેટમાં ગળેફાંસો ખાધો
ટી બ્રેક દરમિયાન તુનિષા ટોયલેટમાં ગઇ હતી અને લાંબા સમય સુધી બહાર નીકળી ન હતી જેથી સ્ટાફને શંકા પડી હતી અને તેથી દરવાજો તોડીને સ્ટાફ અંદર ઘુસ્યો હતો ત્યારે તેમના આઘાત વચ્ચે તનુષા ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતી જોવા મળી હતી.

આપઘાત પહેલા મેકઅપ રૂમનો વીડિયો શેર કર્યો
આપઘાત કરતા પહેલા તુનીષાએ મેકઅપ રૂમમાંથી એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે સેટ પર મેકઅપ કરતી અને ત્યાં હાજર લોકો સાથે વાત કરતી જોવા મળી હતી.

અલી બાબાઃ દસ્તાન-એ-કાબુલ સીરિયલનું શુટિંગ કરી રહી હતી
20 વર્ષીય તુનીષા તેની આગામી સીરિયલ અલી બાબા દસ્તાન-એ-કાબુલ'નું શૂટિંગ કરી રહી હતી અને આ દરમિયાન તેણે આપઘાત કર્યો હતો.

આ શોથી કરિયરની શરૂઆત કરી
તુનીષા શર્માએ પોતાના કરિયરની શરૂઆત ઐતિહાસિક શો ભારત કા વીર પુત્રઃ મહારાણા પ્રતાપથી કરી હતી. આ સિવાય તેણે ચક્રવર્તી અશોક સમ્રાટ, ગબ્બર પૂચવાલા, શેર-એ-પંજાબ: મહારાજ રણજીત સિંહ, ઇન્ટરનેટ વાલા લવ અને ઇશ્ક સુભાન અલ્લાહ જેવા શોમાં કામ કર્યું હતું.

ફિલ્મોમાં પણ કામ કર્યું હતું તુનીષાએ
તુનીષા શર્માએ માત્ર ટીવી શોમાં જ નહીં પરંતુ ફિલ્મોમાં પણ પોતાની એક્ટિંગ સ્કિલ બતાવી છે. તેણે 'ફિતૂર', 'બાર બાર દેખો', 'કહાની 2: દુર્ગા રાની સિંહ' અને 'દબંગ 3' જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. 'ફિતૂર' અને 'બાર બાર દેખો'માં તુનીષાએ યુવાન કેટરિના કૈફનો રોલ કર્યો હતો. આ સિવાય તેણે સલમાન ખાન અને સોનાક્ષી સિંહાની ફિલ્મ દબંગ 3માં કામ કર્યું હતું.