દેશમાં આગામી સાત વર્ષમાં 20.5 લાખ ઇવી ચાર્જિંગ સ્ટેશનની આવશ્યકતા રહેશે

દેશમાં આગામી સાત વર્ષમાં 20.5 લાખ ઇવી ચાર્જિંગ સ્ટેશનની આવશ્યકતા રહેશે

ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ ઝડપી ગતિએ વધી રહી છે. પરંતુ જે ગુણોતરમાં ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા વધી રહી છે તે ગુણોતરમાં પબ્લિક ચાર્જિંગ સ્ટેશનની સંખ્યા ખૂબ જ ઓછી છે. ઇવી ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે નોડલ એજન્સી બ્યૂરો અનુસાર અત્યાર સુધી દેશમાં 5,254 પબ્લિક ઇવી ચાર્જિંગ સ્થાપિત કરવામાં આવ્યા છે. જ્યારે વાહન પોર્ટલના ડેટા અનુસાર આ સમયે દેશમાં કુલ ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા 20.65 લાખથી વધુ છે. ગત વર્ષે જ 10 લાખ ઇવીનું વેચાણ થયું છે.

આ હિસાબે અત્યારે દેશમાં 393 ઇલેક્ટ્રિક વાહનો પર એક પબ્લિક ચાર્જિંગ સ્ટેશન છે. દુનિયાભરમાં સરેરાશ 10 ઇવી પર એક ચાર્જિંગ સ્ટેશન છે. ચીનમાં આ ગુણોતર 7નો છે. કાઉન્ટર પોઇન્ટના રિસર્ચ રિપોર્ટ અનુસાર દેશમાં વર્ષ 2030 સુધી લગભગ 20.5 લાખ પબ્લિક ચાર્જિંગ સ્ટેશનની આવશ્યકતા રહેશે.

કર્ણાટકમાં સૌથી વધુ પબ્લિક ચાર્જિંગ સ્ટેશન, યુપીમાં ઓછી સંખ્યા: દેશમાં સૌથી વધુ 774 પબ્લિક ચાર્જિંગ સ્ટેશન કર્ણાટકમાં છે. ત્યારબાદ મહારાષ્ટ્ર 660, દિલ્હી 539 અને તામિલનાડુમાં 442 સ્ટેશન છે. દેશમાં સૌથી વધુ 4.55 લાખ રજીસ્ટર્ડ ઇલેક્ટ્રિક વાહનો ધરાવતા રાજ્ય ઉત્તરપ્રદેશમાં પબ્લિક ચાર્જિંગ સ્ટેશનની સંખ્યા 406 છે. એટલે કે લગભગ 1,103 ઇવી પર એક ચાર્જિંગ સ્ટેશન છે.

ચાર્જિંગ સ્ટેશનની સંખ્યા ઓછી હોવાનું કારણ
મુંબઇના ઇવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેશ્યાલિસ્ટ શશિકાંત દુબે અનુસાર સરકાર અત્યાર સુધી ઇવી ચાર્જિંગ સિસ્ટમને ફાયદાકારક બિઝનેસ બનાવવામાં નિષ્ફળ નિવડી છે. સરકારી નિયમો અનુસાર ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવામાં અંદાજે 30 થી 36 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. પરંતુ ઇવી ચાર્જિંગ સ્ટેશન ઇન્સ્ટોલ કરાવનારના જરૂરિયાત મુજબ વીજળી, જમીન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ સબસિડી જેવી સુવિધાઓ મળતી નથી. બેટરી સ્વેપિંગ માટે પણ અત્યાર સુધી કોઇ ચોક્કસ રણનીતિ બની શકી નથી. આ જ કારણ છે કે અનેક સરકારી કંપનીઓ અને સંસ્થા પણ તેમાં વધુ રૂચિ દર્શાવી રહી નથી.

ચાર્જિંગ ઇન્ફ્રા.ને વેગ આપવામાં આવે
દેશમાં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણને વેગ આપવા માટે ચાર્જિંગ ઇન્ફ્રા.ને વધારવાની આવશ્યકતા છે. ઇલેક્ટ્રિક કારોના મામલે રેંજ એંગ્ઝાઇટી મુખ્ય સમસ્યા છે. જો મજબૂત પબ્લિક ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હશે તો ઇવીના વેચાણ વધશે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow