20-29 વર્ષની વયનાને વર્ક ફ્રોમ હોમ પસંદ નથી!

20-29 વર્ષની વયનાને વર્ક ફ્રોમ હોમ પસંદ નથી!

અમેરિકામાં હવે વર્ક ફ્રોમ હોમનો ક્રેઝ ખતમ થઇ રહ્યો છે. મોર્નિંગ કન્સલ્ટ દ્વારા 3500થી વધુ લોકોને આવરી લઇને કરવામાં આવેલા સરવેનાં સ્ટેટ ઓફ વર્કર્સ રિપોર્ટ 2023 મુજબ ગયા વર્ષની સરખામણીમાં ઓફિસ આવ્યા વગર કામ કરનાર અમેરિકન કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. વર્ષ 2022માં 63 ટકા લોકોએ ઓફિસમાં આવીને કામ કર્યું હતુ. આ આંકડો 2023માં 60 ટકા રહ્યો છે. ઓફિસનાં આઇડી કાર્ડ બનાવનાર સિક્યોરિટી કંપની કેસ્લે સિસ્ટમ મુજબ છેલ્લા કેટલાક સપ્તાહમાં 10 મોટા મહાનગરોમાં કુલ 50 ટકા કાર્ડ જ સક્રિય રહે છે.

આ ગાળા દરમિયાન મંગળવારે થોડીક વ્યસ્ત સ્થિતિ રહી હતી. જ્યારે શુક્રવાર સૌથી ઓછા બોજવાળો દિવસ રહ્યો હતો. 25 ટકા લોકોનું માનવું છે કે, તેમને ઘર અથવા તો ઓફિસ બંને જગ્યાએ કામ કરવામાં કોઇ તકલીફ નથી. જે કર્મચારીઓ ઓફિસમાં આવીને કામ કરવાનું પસંદ કરે છે તે પોતાની પ્રોડક્ટિવીટીને ચકાસવાની ઇચ્છા રાખે છે. ફયુચર ફોરમ નામથી કરવામાં આવેલા એક અન્ય સરવેમાં કહેવામાં આવ્યું છે કે, કેટલાક કર્મચારીઓનું માનવુ છે કે, જ્યારે તેઓ વર્ક ફ્રોમ હોમ પર હતા ત્યારે વધારે પ્રોડક્ટિવ હતા. આ સરવેમાં 20થી 29 વર્ષની વયનાં કર્મચારીઓમાં વર્ક ફ્રોમની સંભાવના સૌથી ઓછી દેખાઇ છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow