16 જાન્યુઆરી સુધી 2 ટ્રેન રદ, 8 આંશિક રદ

16 જાન્યુઆરી સુધી 2 ટ્રેન રદ, 8 આંશિક રદ

16 જાન્યુઆરી સુધી રેલવે વ્યવહાર ખોરવાશે, જેને કારણે 2 ટ્રેન રદ કરાઇ છે, અમુક મોડી પડશે. જ્યારે અમુક આંશિક રદ કરાઇ છે. વડોદરા-જામનગર ઇન્ટરસિટી 5થી 15 જાન્યુઆરી અને જામનગર-વડોદરા ઈન્ટરસિટી 6થી 16 જાન્યુઆરી સુધી રદ કરાઈ છે, જ્યારે 8 આંશિક રદ કરી છે અને 7 ટ્રેન માર્ગમાં 20 મિનિટ સુધી મોડી પડશે.

રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફે જણાવ્યું હતું કે, જે 7 ટ્રેન મોડી થવાની છે તેમાં 5 અને 12 જાન્યુઆરીએ ઓખા-વારાણસી એક્સપ્રેસ ઓખાથી 2 કલાક 30 મિનિટ મોડી એટલે કે 14.05 કલાકને બદલે 16.35 કલાકે ઉપડશે, મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ અને હાપા-મડગાંવ એક્સપ્રેસ અને મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ તેમજ મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ અને જામનગર- તિરુનેલવેલી એક્સપ્રેસ માર્ગમાં 20 મિનિટ મોડી થશે.


રાજકોટ આવતી-જતી 7 ટ્રેન 20 મિનિટ સુધી મોડી પડશે

  • ભાવનગર-ઓખા એક્સપ્રેસ 4થી 14 જાન્યુઆરી ભાવનગરથી સુરેન્દ્રનગર સુધી જશે. સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  • ઓખા-ભાવનગર 5થી 15 જાન્યુઆરી સુરેન્દ્રનગરથી ભાવનગર જશે. ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  • મુંબઈ સેન્ટ્રલ-હાપા દૂરંતો એક્સપ્રેસ 4થી 14 જાન્યુઆરી મુંબઈ સેન્ટ્રલથી સુરેન્દ્રનગર જશે. સુરેન્દ્રનગર-હાપા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  • હાપા-મુંબઈ સેન્ટ્રલ દૂરંતો એક્સપ્રેસ 5થી 15 જાન્યુઆરી સુરેન્દ્રનગરથી મુંબઈ સેન્ટ્રલ જશે. હાપા-સુરેન્દ્રનગર વચ્ચે રદ રહેશે.
  • અમદાવાદ-વેરાવળ ઇન્ટરસિટી 5થી 15 જાન્યુઆરી અમદાવાદથી સુરેન્દ્રનગર સુધી જશે, સુરેન્દ્રનગર-વેરાવળ રદ રહેશે.
  • વેરાવળ-અમદાવાદ ઇન્ટરસિટી 5થી 15 જાન્યુઆરી સુરેન્દ્રનગરથી અમદાવાદ જશે. વેરાવળ-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  • બાંદ્રા-જામનગર હમસફર એક્સપ્રેસ 5, 7, 9, 12 અને 14 જાન્યુઆરી બાંદ્રાથી સુરેન્દ્રનગર જશે. સુરેન્દ્રનગર-જામનગર વચ્ચે આંશિક રદ રહેશે.
  • જામનગર-બાંદ્રા હમસફર એક્સપ્રેસ 6, 8, 10, 13 અને 15 જાન્યુઆરી સુરેન્દ્રનગરથી બાંદ્રા જશે. જામનગર-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow