દેશભરમાં છેલ્લાં સાડા પાંચ વર્ષમાં 2.75 લાખ બાળકો ગુમ થયાં

દેશભરમાં છેલ્લાં સાડા પાંચ વર્ષમાં 2.75 લાખ બાળકો ગુમ થયાં

છેલ્લાં સાડા પાંચ વર્ષમાં દેશભરમાં 2 લાખ 75 હજાર 125 બાળકો ગુમ થયાં છે. મધ્યપ્રદેશમાંથી સૌથી વધુ બાળકો ગુમ થયાં છે. એમપીમાં ગુમ થયેલાં બાળકોની સંખ્યા 61 હજારથી વધુ છે. રાજ્યો પાસેથી મળેલી માહિતીના આધારે કેન્દ્ર દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. સંસદમાં બાળકોના ગુમ થવાના પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકારે જણાવ્યું કે ગુમ થયેલાં બાળકોમાંથી 2.4 લાખ બાળકોને પણ શોધી કઢાયાં છે. દેશભરમાં હજુ પણ 35 હજાર બાળકો ગુમ છે. જે બાળકોનો પત્તો લાગ્યો નથી તેમાં મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળનાં બાળકો વધુ છે. ગુમ થયેલાં બાળકોને શોધવા માટે કેન્દ્ર સરકારની ચાઈલ્ડ હેલ્પલાઈન દેશભરમાં કાર્યરત છે. તલાશી માટે એક ટ્રેક ચાઇલ્ડ પોર્ટલ પણ છે. બીજી ચોંકાવનારી વાત એ છે કે ગુમ થયેલાં બાળકોમાં છોકરીઓની સંખ્યા (2,12,825) છોકરાઓ (62,237) કરતાં 3 ગણી વધારે છે.

બંગાળ સહિત સાત રાજ્યના 78% બાળકો ગુમ
ગુમ થયેલાં બાળકોના મામલે પશ્ચિમ બંગાળ બીજા નંબરે છે. અહીં 49 હજારથી વધુ બાળકો લાપતા થયાં છે. રિપોર્ટ અનુસાર, 7 રાજ્યો મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, કર્ણાટક, ગુજરાત, દિલ્હી અને છત્તીસગઢમાં સૌથી વધુ બાળકો ગુમ થયાં છે. આ તમામ રાજ્યોમાં ગુમ થયેલાં બાળકોની કુલ સંખ્યા 2 લાખ 14 હજાર 664 છે. એટલે કે કુલ ગુમ થયેલાં બાળકોમાંથી 78% બાળકો ફક્ત આ 7 રાજ્યોમાંથી લાપતા થયાં છે.

Read more

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

'સ્કાય ફોર્સ' ફેમ એક્ટર વીર પહાડિયા અને 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' ફેમ એક્ટ્રેસ તારા સુતરિયા હાલમાં ફિલ્મો કરતાં તેમની લવ લાઇફને

By Gujaratnow
સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે (2 ઓગસ્ટ) 69મો જન્મદિવસ છે. આજથી બે દિવસ મા

By Gujaratnow
ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગત 9 જૂલાઇની વહેલી સવારે પાદરા તાલુકાના મુજપુર-ગંભીરા બ્રિજ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનાને આજે(1 ઓગસ્ટ, 2025) 24મો દિવસ છે. આ દુર્ઘટનામાં 21 લો

By Gujaratnow