18-25 વર્ષના યુવાવર્ગ 12-18 મહિને સ્માર્ટફોન બદલી નાંખે છે

18-25 વર્ષના યુવાવર્ગ 12-18 મહિને સ્માર્ટફોન બદલી નાંખે છે

વિશ્વના મોટાભાગના દેશોએ ચીન સાથે છેડો ફાડ્યો છે જેનો લાભ ભારતને મળી રહ્યો છે. વિશ્વની અનેક સ્માર્ટફોન કંપનીઓ ભારતમાં મેન્યુફેક્ચરિંગ કરી રહી છે અને ઉત્પાદન ક્ષમતાને વેગ આપવા પર કામ કરી રહી છે. સ્માર્ટફોન ઇન્ડસ્ટ્રીઝ મેક ઇન ઇન્ડિયાને કટીબધ્ધ છે. બજેટ સેગમેન્ટમાં તેમજ પ્રીમિયમ સેગમેન્ટમાં સ્માર્ટફોનની માગમાં ઝડપી વધારો જોવા મળ્યો છે.

દેશમાં વાર્ષિક ધોરણે માગ 15.7 કરોડ યુનિટ્સ રહી છે જે આગામી બે વર્ષમાં 18 કરોડને ક્રોસ થઇ જશે તેવો અંદાજ છે. એટલું જ નહિં દેશના 18 થી 25 વર્ષના યુવાવર્ગ 12 થી 18 મહિનામાં સ્માર્ટફોન ડિવાઇઝ બદલી નાંખે છે જેની પાછળનું મુખ્ય કારણ ટેક્નોલોજી ઝડપી અપગ્રેડ થવા લાગી છે તેમ ટ્રાન્ઝિયન ઇન્ડિયાના સીઇઓ અરિજીત તાલાપાત્રાએ જણાવ્યું હતું વધુમાં તેઓએ નિર્દેશ કર્યો કે ગ્રામ્ય વિસ્તારમાં હજુ બેજટ ફોનની માગ સૌથી વધુ રહી છે. બજેટ સેગમેન્ટમાં આઇટેલ મેક ઇન ઇન્ડિયાને પ્રમોટ કરવા માટે મેન્યુફેક્ચરિંગ ક્ષમતામાં વધારો કર્યો છે અને દર મહિને 20 લાખ યુનિટ અને વાર્ષિક ધોરણે 2.4 કરોડ યુનિટ્સના ઉત્પાદન કરે છે.

કંપની મેક ઇન ઇન્ડિયાને સમર્થન આપે છે અને તેણે નોઇડામાં જંગી રોકાણ કર્યું છે આ ઉપરાંત 3900થી વધુ લોકોને રોજગારી પૂરી પાડે છે. કંપની ભારતમાં મોબાઈલ ફોન ઇન્ડસ્ટ્રીઝમાં મોખરે છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow