ગોંડલના ફક્ત પાંચ ગામડામાં 550 વીઘા ગૌચર પર દબાણ કરનાર 169 ભૂમાફિયાના નામ તંત્રે જાહેર કર્યા

ગોંડલ તાલુકાના પાંચ ગામ મોટી ખીલોરી, ત્રાકુડા, મોવિયા, દેરડી કુંભાજી અને પીપળિયામાં આવેલી 550 વીઘા ગૌચરની જમીન પર છેક 1989થી ભુમાફિયાઓનું દબાણ છે. કોણે દબાણ કર્યું છે, દબાણકર્તાઓના નામ શું છે, તેઓએ કેવી રીતે દબાણ કર્યું છે, દબાણ કર્યા બાદ ત્યાં શું પ્રવૃત્તિ થઇ રહી છે તે તમામ બાબતોથી સરકારી અધિકારીઓ વાકેફ છે. જિલ્લા પંચાયતના અધિકારીઓએ જ 169 ભુમાફિયાના નામ આપ્યા છે પરંતુ, છેલ્લા 33 વર્ષથી દબાણ થઇ રહ્યા છે છતાં અધિકારીઓને એન્ટિ લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ પોલીસ ફરિયાદ કરવામાં ડર લાગી રહ્યો છે.
સરકારી અધિકારીઓ અને કેટલાક નેતાઓની મીલીભગતના કારણે ગૌમાતાનું ચરિયાણ 33 વર્ષથી દબાયેલું છે
સરકારી ચોપડે મોટી ખીલોરીમાં ગૌચરની જમીન ઉપર દબાણ કરનારાઓના નોંધાયેલા નામ મુજબ બાબુ નથુ પરમાર, વજુ કેશવ પરમાર, કનુ નથુ પરમાર, વલ્લભ સોમા પરમાર, કનુ સોમા, લખુ સોમા, ગોવિંદ સોમા, બાવા કાળા, મગન ઓધડ, ચંદુ નથુ, બહાદુર રવજી, રસા મામૈયા, મંગા નારણ, જેઠા ડાયા, મેધા પાંચા, મેપા મામૈયા, નાનજી નાથા, બહાદુર વલ્લભ, ગાંડુ વલ્લભ, જેઠા સોમા, હકા પાંચા, ઓધડ કેશવ, જગા ટપુ, મનસુખ વિઠ્ઠલ, ગોકળ ખીમા, ડાયા પાંચા, રાજા ગીગા, મેરામ ગીગા, બાલા ગોબર, ઠાકરશી માયા, જીવા કલા, જગા ટપુ, ભીખા વશરામ, ગોગન નારણ, કરશન નારણ, રવજી નારણ, કાળુ કાનજી, જીણા કાના, વિનુ નથુ, ગોકળ ખીમા, ગોપા કરશન, ગોગન બાબરિયા, કરશન બાબરિયા, રવજી બાબરિયા, કાળુ રાખોલિયા, જીણા પદ્માણી, વિનુ નથુ, મેરામ ગીગા, બાલા ગોબર, નાનજી નાથા, કાથડ ગોબર, વશરામ મામૈયા, રાજા ગીગા, કાંતિ રવજી, રવજી પદ્માણી, રમેશ બચુ, રમેશ ધનજી, બાબુ પેથા, હરેશ બોદર, જીવરાજ દેવશી.
જ્યારે મોવિયામાં બે દબાણકર્તા છે જેમાં કંકુબેન મુળજી જાદવ, કડવા ચોવટિયા. ત્રાકુડામાં ગૌચરની જમીન ઉપર દબાણ કરનારામાં બાવનજી કુંભાર, પરસોતમ અમૃતિયા, રવજી અમૃતિયા, ધરમશી અમૃતિયા, ભીમજી અમૃતિયા, રતિલાલ ઘેટિયા, મગન ઘેટિયા, રમેશ ઘેટિયા, નરોતમ પાડલિયા, કાળા કાલરિયા, ધરમશી કનેરિયા, પ્રવીણ કનેરિયા, નાથા માલાણીનું નામ સરકારી ચોપડે નોંધાયું છે.
દેરડી કુંભાજીમાં કેશુ કુંભાર, જીવા ચાવડા, નાગજી ચૌહાણ, કાનજી મારૂ, નારણ ચૌહાણ, કમા ચાવડા, ગિરીશ કાનજી, ભીમજી શામજી, ઉકા ભરવાડ, ભીખા ચાવડા, કિરીટ મોણપરા, રમેશ ચાવડા, ભીમજી મકવાણા, દુદા ચાવડા, ભરત સરવૈયા, પ્રવીણ ચાવડા, દેવા ચાવડા, દુદા ચાવડા, રમેશ મોણપરા, દેવુબેન ચાવડા, ભગવાન ચાવડા, નાનજી ચાવડા, સમજુબેન મોણપરા, જગા ગોળ, ધીરૂ ગોળ, અશોક ગોળ, દિલીપ રાતડિયા, કિશોર ગોળ, ચંદુ ગોળ, ખીમજી ચાવડા, મહેશ વાળા, રસિક વડુકિયા, ભીખા ગોળ, પરસોતમ ભીમજી, ભનુ સરધારા, ભોવાન ભાણજી, વેલજી ભોવાન, હરજી સતાસિયા, લક્ષ્મણ જોટંગિયા, ભક્તિરામ દૂધરેજિયા, ડાયા સખિયા, કેશુ બાબરિયા, વલ્લભ બાબરિયા, વલ્લભ મોણપરિયા, ભોવાન ગોળ, સોમીબેન ખાંટ, કરશન મોણપરિયા, નાનજી ખીમજી, મનજી ખીમજી, પરસોતમ સાનેપરા, ગીગા ખાતરા, દેવશી ભોવાન, અબ્દુલશા ફકીર, કાદરશા ચાંદશા, નુરશા ચાંદશા, બાવા બાબરિયા, સવજી વસોયા, છગન દેત્રોજા, બાઉદ્દીન પીંજારા, શંભુ રાજા, ભીમજી રાજા, રાજા પાલા, છગન સરવૈયા, ભીખા શીતળિયા, છગન જીવરાજ, શંભુ વણોગર સહિતના નામ જાહેર કરાયા છે. ઉપરાંત પીપળિયા ગામે રમેશ ભૂવા, નાનજી ભૂવા, મુકેશ વ્યાસ, વનરાજ જમોડ, ધનંજય નૃત્યગોપાલદાસના નામ તંત્રના ચોપડે નોંધાયા છે.