15 જાન્યુઆરીએ છે મકર સંક્રાંતિનો તહેવાર, આ દિવસે ખિચડી ખાવાની પરંપરા કેમ છે?

15 જાન્યુઆરીએ છે મકર સંક્રાંતિનો તહેવાર, આ દિવસે ખિચડી ખાવાની પરંપરા કેમ છે?

મકર સંક્રાંતિના દિવસે ખિચડીનુ સેવન કરવુ જરૂરી

મકર સંક્રાંતિનો તહેવાર 15 જાન્યુઆરીએ મનાવવામાં આવશે. મકર સંક્રાંતિએ સંક્રાંતિ, પોંગલ, માઘી, ઉત્તરાયણ, ઉત્તરાયણી અને ખિચડી વગેરે જેવા નામોથી પણ ઓળખવામાં આવે છે.  

આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવુ, સૂર્ય દેવને પાણી ચઢાવવુ, પૂજા કરવી, દાન કરવાની સાથે તલ, ગોળ, રેવડી વગેરેનુ સેવન કરવાનુ મહત્વ છે. આ દિવસે ખિચડીનુ સેવન કરવુ જરૂરી માનવામાં આવે છે. મકર સંક્રાંતિએ ખિચડી બનાવી, ખાવી અને દાન કરવાનુ પણ મહત્વ છે.

બાબા ગોરખનાથને લગાવવામાં આવે છે ખિચડીનો ભોગ

મકર સંક્રાંતિએ ખિચડી ખાવાની પરંપરા ખૂબ જૂની છે. આ સાથે જોડાયેલી કથા મુજબ, અલાઉદ્દીન ખિલજી અને તેમની સેના વિરુદ્ધ બાબા ગોરખનાથ અને તેમના શિષ્યોએ પણ ખૂબ સંઘર્ષ કર્યો. યુદ્ધના કારણે યોગી ભોજન પકાવીને ખાઈ શકતા નહોતા. જેના કારણે યોગીઓની શારીરીક શક્તિ નબળી પડતી હતી.  

ત્યારે બાબા ગોરખનાથે દાળ, ચોખા અને લીલી શાકભાજીઓને મિલાવીને એક વ્યંજન તૈયાર કર્યુ. જેને ખિચડીનુ નામ આપવામાં આવ્યું. આ ઓછા સમય અને ઓછી મહેનતમાં બનીને તૈયાર થઇ ગઇ અને તેના સેવનથી યોગી શારીરીક રીતે ઉર્જાવાન પણ રહેતા હતા. ખિલજી જ્યારે ભારત છોડીને ગયા તો યોગીઓએ મકર સંક્રાંતિના તહેવારમાં પ્રસાદના રૂપમાં ખિચડી બનાવી.  જેના કારણે દર વર્ષે મકર સંક્રાંતિએ ખિચડી બનાવવામાં આવે છે અને બાબા ગોરખનાથને ભોગ લગાવીને તેને પ્રસાદ તરીકે ગ્રહણ કરવામાં આવે છે.

તેથી ખાસ છે મકર સંક્રાંતિની 'ખિચડી'

ખિચડી કોઈ સાધારણ ભોજન નથી. પરંતુ તેને ગ્રહોનો પ્રસાદ કહેવામાં આવે છે. દાળ, ચોખા, ઘી, હળદર અને લીલી શાકભાજીના મિશ્રણમાંથી બનાવેલ ખિચડીનો સંબંધ ગ્રહો સાથે છે, જેનુ શુભ ફળ મળે છે.

ખિચડીના ચોખાને ચંદ્ર, મીઠાને શુક્ર, હળદરને ગુરૂ, લીલી શાકભાજીઓને બુધ અને ખિચડીના તાપને મંગળ ગ્રહનો કારક માનવામાં આવ્યો છે. મકર સંક્રાંતિએ બનાવેલી કાળી અડદ દાળની ખિચડી ખાવી અને દાન કરવાથી સૂર્યદેવની સાથે શનિ દેવની કૃપા પ્રાપ્ત થાય છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow