14 જાન્યુઆરીએ સૂર્ય સાથે જ શનિ પૂજાનું શુભ મુહૂર્ત

14 જાન્યુઆરીએ સૂર્ય સાથે જ શનિ પૂજાનું શુભ મુહૂર્ત

શનિવાર, 14 જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે અને મકર સંક્રાંતિ ઊજવવામાં આવશે. આ ઉત્સવ સૂર્ય પૂજા માટે પ્રસિદ્ધ છે. શનિવારે મકર સંક્રાંતિ હોવાથી આ દિવસે સૂર્ય સાથે જ શનિ પૂજા કરવાનું પણ શુભ મુહૂર્ત બની રહ્યું છે. મકર સંક્રાંતિએ તલનું દાન કરવામાં આવે છે. તલનું દાન કરવાથી કુંડળીના શનિ દોષ પણ દૂર થાય છે.  

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે મકર સંક્રાંતિએ ભોજનમાં તલનું સેવન કરવું જોઈએ. આ પર્વ પિતૃઓ સાથે સંબંધિત શુભ કર્મો માટે પણ મહત્ત્વપૂર્ણ છે. 14 જાન્યુઆરીએ શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન વગેરે કર્મ પણ કરવાં. સૂર્યના મકર રાશિમાં પ્રવેશ કરવાથી ધનુર્માસ પૂર્ણ થશે અને બધા જ પ્રકારના માંગલિક કાર્યોના શુભ મુહૂર્ત મળવા લાગશે.

સૂર્ય ઉત્તરાયણ થશે
મકર સંક્રાંતિથી સૂર્ય ઉત્તરાયણ થવા લાગે છે. ઉત્તરાયણ થવું એટલે સૂર્ય ઉત્તરી ગોળાર્ધમાં પ્રવેશ કરે છે. જેથી ધરતીના ઉત્તરી ભાગના દેશોમાં ધીમે-ધીમે દિવસની લંબાઈ વધવાની સાથે જ રાતનો સમય ટૂંકો થવા લાગે છે. ત્યાં જ, દક્ષિણ ગોળાર્ધના દેશમાં તેને મોટો દિવસ કહેવામાં આવે છે. કેમ કે તેના પછી ત્યાં દિવસની લંબાઈ ઘટવા લાગે છે. આ સમયે તે દેશોમાં ગરમીની ઋતુ રહે છે. ઉત્તર દેવતાઓની દિશા માનવામાં આવે છે. આ ઘટનાને દેવતાઓના દિવસની શરૂઆત પણ માનવામાં આવે છે.  

આ પર્વને મકરસંક્રાંતિ કેમ કહેવામાં આવે છે
આ પર્વનો સંબંધ સૂર્ય સાથે છે અને સૂર્ય જ્યારે એક રાશિથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેને સંક્રાંતિ કહેવામાં આવે છે. 14 જાન્યુઆરીએ સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરશે, આ કારણે આ પર્વને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની અને તીર્થ દર્શન કરવાની પરંપરા છે.

મકરસંક્રાંતિના દિવસે આ શુભ કામ પણ કરી શકાય છે

  • મકર સંક્રાંતિએ તલ સાથે જોડાયેલાં શુભ કામ કરવા જોઈએ. તલનું ઉબટન લગાવીને સ્નાન કરો. ભગવાનને ભોગ ધરાવવો. તલથી તર્પણ કરવું. હવન કરો. દાન કરો. ભોજનમાં પણ ઉપયોગમાં લો.
  • આ દિવસે ગરમ કપડા, અનાજ, ધન અને ભોજનનું દાન કરો. કોઈ મંદિરમાં પૂજન સામગ્રી ચઢાવો
  • શિવલિંગ ઉપર જળ ચઢાવવું. જળમાં થોડાં કાળા તલ રાખો. ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરો
  • શનિદેવ માટે તલનું દાન કરો. ૐ શં શનૈશ્ચરાય નમઃ મંત્રનો જાપ કરો.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow