આજે વધુ 14 દર્દીઓ પોઝિટિવ, એક્ટિવ કેસની સંખ્યા 168, 2 દર્દી સારવાર હેઠળ

આજે વધુ 14 દર્દીઓ પોઝિટિવ, એક્ટિવ કેસની સંખ્યા 168, 2 દર્દી સારવાર હેઠળ

રાજકોટ શહેરમાં દિવસેને દિવસે કોરોના કેસની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ગઈકાલે 29 કેસ પોઝિટિવ સામે આવ્યા બાદ આજે વધુ 14 કેસ નોંધાયા છે અને આ સાથે રાજકોટ શહેરમાં કોરોના પોઝિટિવ કેસનો આંક 168 પહોંચી ચુક્યો છે જેમાં 166 દર્દી હોમ આઇસોલેટ છે જયારે 2 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી
રાજકોટ શહેરમાં આજે વધુ 14 દર્દીના કોરોના રિપોર્ટ પોઝિટિવ સામે આવ્યા છે. જેમાં 6 મહિલા અને 8 પુરુષનો સમાવેશ થાય છે. આજે નોંધાયેલ 14 દર્દીઓમાથી એક પણ દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. 14 પૈકી 8 દર્દીએ વેક્સિનના 3 ડોઝ અને 6 દર્દીએ વેક્સિનના 2 ડોઝ લીધા હોવાનું સામે આવ્યું છે.

15 દર્દીને ડિસચાર્જ અપાયો
ઉલ્લેખનીય છે રાજકોટ શહેરમાં એક્ટિવ 168 કેસ પૈકી 162 દર્દી ફૂલ વેક્સીનેટેડ છે. જયારે 2 દર્દી હોસ્પિટલાઇઝ છે તેમની પણ તબિયત સ્ટેબલ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જયારે આજે 15 દર્દીને ડિસચાર્જ આપવામાં આવ્યા છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow