સિંગતેલમાં લોકો પર 130નો વધુ ભાર, ખેડૂતોને મણે રૂ.143ની નુકસાની
સિંગતેલ અને મગફળીમાં ડબલ ડામની નીતિ જોવા મળી રહી છે. 1 ફેબ્રુઆરીથી લઈ 15 ફેબ્રુઆરી સુધીમાં સિંગતેલમાં લોકો પર 130નું વધુ ભારણ આવ્યું છે તો ખેડૂતોને મણે રૂપિયા 143નું નુકસાન મગફળીમાં ગયું છે. સામાન્ય રીતે જ્યારે પુરવઠો ઘટે ત્યારે તેનો ભાવ ઊંચો જતો હોય છે. પરંતુ બેડી યાર્ડમાં ઝીણી મગફળીની આવક 400 ક્વિન્ટલ ઘટી તો માત્ર 77 રૂપિયા મણે ભાવ વધ્યો છે. જ્યારે જાડી મગફળીની આવક 100 ક્વિન્ટલ વધી તો ભાવમાં 143નો ઘટાડો આવ્યો છે.
ચાઈના સાથે સિંગતેલના વેપાર શરૂ થવાને કારણે સીંગદાણામાં જ મોટાભાગની મગફળી એક્સપોર્ટમાં ખપી જાય છે. જેને કારણે પિલાણમાં આવક ઓછી થાય છે. પિલાણ ઘટ્યું છે જેને કારણે તેલમાં ઉછાળો આવ્યો હોવાનું સોમાના પ્રમુખ કિશોરભાઇ વિરડિયા જણાવે છે. બુધવારે સિંગતેલનો ડબ્બો રૂપિયા 2900 નો બોલાયો હતો આમ 3000એ પહોંચવામાં માત્ર રૂપિયા 100નું જ છેટું રહ્યું છે. જ્યારે કપાસિયા તેલનો ડબ્બો 2000એ પહોંચવામાં માત્ર રૂપિયા 5નું જ છેટું રહ્યું છે.
જાડી મગફળીની આવક 100 ક્વિન્ટલ વધી તો ભાવ 143 રૂપિયા ઘટી ગયા
| જાડી મગફળી ઝીણી મગફળી | |||||||||
| તારીખ | આવક | ભાવ | આવક | ભાવ | |||||
| 1 | 1400 | 1220-1656 | 2200 | 1200- 1353 | |||||
| 2 | 1700 | 1200-1540 | 2500 | 1200-1385 | |||||
| 3 | 2100 | 1200-1515 | 3000 | 1180-1385 | |||||
| 4 | 1100 | 1180-1480 | 3000 | 1280-1380 | |||||
| 6 | 1300 | 1170-1475 | 1400 | 1270- 1375 | |||||
| 7 | 1200 | 1180-1480 | 1200 | 1250-1370 | |||||
| 8 | 1200 | 1200-1444 | 1300 | 1180-1380 | |||||
| 9 | 1900 | 1230-1442 | 2000 | 1250-1380 | |||||
| 10 | 1500 | 1185-1440 | 1500 | 1210-1380 | |||||
| 11 | 1100 | 1190-1465 | 1250 | 1215-1382 | |||||
| 12 | 800 | 1240-1580 | 1750 | 1220-1395 | |||||
| 13 | 800 | 1240-1580 | 1750 | 1220-1395 | |||||
| 14 | 1000 | 1260-1555 | 1400 | 1240-1431 | |||||
| 15 | 1500 | 1230-1513 | 1800 | 1210-1430 | |||||
15 દિવસમાં સિંગતેલમાં 220 વધ્યા
| તેલ | 1 ફેબ્રુઆરીભાવ | 15 ફેબ્રુઆરી ભાવ |
| સિંગતેલ | 2770 | 2900 |
| કપાસિયા | 2060 | 1995 |
| પામોલીન | 1520 | 1565 |
| સરસવ | 2130 | 2020 |
| સનફ્લાવર | 2030 | 1950 |
| કોર્ન ઓઇલ | 2030 | 1880 |
| વનસ્પતિ | 1530 | 1550 |
| કોપરેલ | 2510 | 2510 |
| દિવેલ | 2480 | 2420 |
મગફળીનું ઉત્પાદન 29 લાખ ટનનું જ થયું છે
મગફળીના ઉત્પાદનમાં સરકારી આંકડો 42 લાખ ટનનો જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે સોમાના અંદાજ મુજબ 29 લાખ ટનનું જ ઉત્પાદન થયું છે. એટલે સરકારી આંકડા મુજબ ઉત્પાદન કાગળ પર વધ્યું છે. આ વખતે ખુલ્લા બજારમાં ખેડૂતોને ભાવ વધુ મળતા તેને ટેકાના ભાવે વેચાણ કરવાનું ટાળ્યું છે.
સીંગદાણામાં બજાર સારી હોવાને કારણે મગફળીની આવકનો જે ફ્લો છે એ પિલાણમાં નથી આવતો. ચીન સાથે વેપાર શરૂ થયા છે. એટલે હવે ત્યાં ડિમાન્ડ વધવાની શક્યતા રહેશે. આમ બજારમાં કાચા માલની આવક ઓછી જોવા મળે છે. જૂનાગઢમાં માત્ર આંગળીના વેઢે ગણી શકાય એટલી જ મિલો ચાલુ છે. > મનુભાઈ પટોલિયા, પૂર્વ ઉપપ્રમુખ, સોમા