કાળીપાટમાં 22 લાખની જમીન પચાવી પાડનાર 13 શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધાયો

કાળીપાટમાં 22 લાખની જમીન પચાવી પાડનાર 13 શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધાયો

શહેરના આજીડેમ ચોકડીથી આગળ જૈન દેરાસર પાસે પાણીમાં ડૂબી જતા 16 વર્ષના તરૂણનું મોત નિપજ્યું છે. આ અંગે 108ની ટીમ દ્વારા રાજકોટ શહેર પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરવામાં આવી હતી. આથી પોલીસ દોડી જઈ મૃતકના મૃતદેહને પીએમમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે કાળીપાટમાં 22 લાખની જમીન પચાવી પાડનાર 13 શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધાયો છે.

કાળીપાટમાં જમીન પચાવી પાડનારા સામે ફરિયાદ
શહેરના ગીતાંજલી પાર્ક શેરી નં.9માં રહેતા અંકિતભાઈ સુરેશભાઈ શિયાણીએ 13 શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગની ફરીયાદ પોલીસમાં નોંધાવી છે. ફરિયાદીએ ફરિયાદમાં આરોપી તરીકે દિનેશ ચાંડપા, દિપક ચાંડપા, પ્રવીણ ચાંડપા, રતીલાલ ચાંડપા, અશોક ચાંડપા, હિતેશ ચાંડપા, નાથા પરમાર, વેલજી પરમાર, દેવુબેન ચાંડપા, અમરબેન ચાંડપા, લક્ષ્મીબેન ચાંડપા, ગીતાબેન ચાંડપા અને શારદાબેન પરમારના નામ આપ્યા છે. આથી પોલીસે આ તમામ વિરૂદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબિંધિત અધિનિયમ-2020ની કલમ 3, 4(1), 4(3) તથા 5(ચ) મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

13 શખ્સે ગેરકાયદેસર જમીન પર કબ્જો કર્યો
ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, આ તમામ આરોપી રાજકોટના કાળીપાટ ગામમાં રહે છે. ફરિયાદીની સંયુક્ત માલિકીની રાજકોટ તાલુકાના કાળીપાટ ગામમાં રેવન્યુ સર્વે નં.200 પૈકી 30/પૈકી 1 ખાતા નં. 402ની ખેડાણ જમીન હે.આરે.ચો.મી. 1-74-04ની જમીન છે. જેની હાલની જંત્રી મુજબની કિંમત આશરે 22,00,000 ગણી શકાય. આ જમીન આ તમામ આરોપીઓના માલિકીની ન હોવાનું જાણવા છતાં તેઓએ જમીન પર ગેરકાયદેસર કબ્જો કર્યો છે. અવારનવાર તેઓને જમીન ખાલી કરવાનું કહ્યું હતું. છતાં આ જમીન ખાલી કરતા ન હોય અને ગેરકાયદેસર કબ્જો કરી જમીન પચાવી પાડી હોય ફરિયાદ નોંધાવી છે.

કાલાવડ રોડ પર બંધ મકાનમાં ચોરી
રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલ સરીતા વિહાર રોડ પર આદર્શન કો-ઓપરેટીવ સોસાયટી પાસે રૂડાના આવાસ ખાતે ક્વાર્ટર નં. એ-1305માં 13માં માળે બંધ મકાનમાં ચોરી થયાની ફરિયાદ નોંધાઇ છે. તસ્કરોએ ઉમેશભાઇ પ્રવિણભાઇ ભાયાણીના બંધ મકાનને નિશાન બનાવ્યું છે. તસ્‍કરોએ ક્વાર્ટરના દરવાજાનો નકુચો તોડી ઘરમાં રહેલા સોના-ચાંદીના દાગીના, રોકડ રૂ.64,800 મળી રૂ.1,85,887ની મતા ચોરી જતા ઉમેશભાઇએ યુનિવર્સિટી પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. હાલ પોલીસે સીસીટીવી ફૂટેજ ચકાસી તસ્કરોની શોધખોળ હાથ ધરી છે. જ્યારે કાલાવડ રોડ પર સાંજા-ચુલા ગાર્ડન રેસ્‍ટોરન્‍ટની પાછળ આવેલ ગોકુલમ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં રહેતા મયુરીબેન મનોજભાઇ ભાલીયાના મકાનમાં તસ્‍કરો ત્રાટકી મકાનમાં રહેલ રોકડ તથા દાગીના મળી રૂ.25,500ની મતા ચોરી જતા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. જેના આધારે પોલીસે તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.

3 શખ્સોએ યુવાન પર હુમલો કર્યો
શહેરમાં ચોરીની સાથે સાથે નજીવી બાબતોમાં મારામારીના બનાવોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. શહેરના દૂરસાગર રોડ પર ગુજરાત હાઉસિંગ બોર્ડ રિદ્ધિ સિદ્ધિ સોસાયટીના ક્વાર્ટરમાં રહેતા મહેબુબ દાદુભાઇ સુમરા (ઉં.વ.27) રાત્રે પોતાના ઘરે હતો. ત્‍યારે ઘર પાસે બાઇકમાં જોરજોરથી હોર્ન વગાડવાની ના પાડતા 3 શખ્સોએ ઝઘડો કરી ઢીકાપાટુ તથા લોખંડના પાઈપથી હુમલો કર્યો હતો, જેને લઈ થોરાળા પોલીસે ઈજાગ્રસ્તની ફરિયાદ નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

જૂના માર્કેટ યાર્ડ પાછળથી 1.21 લાખનો દારૂ ઝડપાયો
રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડ પાસે શાકભાજી માર્કેટ પાછળ વિદેશી દારૂનો જથ્‍થો પડ્યો હોવાની બી-ડિવીઝન પોલીસને બાતમી મળી હતી. શાકભાજી માર્કેટ પાછળ અવાવરૂ પડતર કોલ્‍ડ સ્‍ટોરેજ ખાતે દરોડો પાડી રૂ.1.21 લાખની કિંમતની વિદેશી દારૂની 479 બોટલ કબ્‍જે કરી હતી. તપાસ દરમિયાન નામચીન બુટલેગર પ્રતિક દિલીપભાઇ ચંદારાણા અને અર્જુનભાઇ રામાવતના નામ ખુલતા પોલીસે બન્નેની શોધખોળ હાથ ધરી છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow