ગોંડલનાં પાંચતલાવડાની પ્રસુતા માટે 108 એમ્બ્યુલન્સ દેવદૂત સાબિત થઈ

ગોંડલનાં પાંચતલાવડાની પ્રસુતા માટે 108 એમ્બ્યુલન્સ દેવદૂત સાબિત થઈ

ગોંડલનાં પાંચતલાવડા ગામની એક પ્રસુતા માટે 108 એમ્બ્યુલન્સ દેવદૂત સાબિત થઈ છે. 108ના જિલ્લા સુપરવાઈઝર વિરલ ભટ્ટએ જણાવ્યું હતું કે, ગોંડલ તાલુકાના પાંચતલાવડા ગામમાં વાડી વિસ્તારમાં મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા ગુડીબેન કાળુભાઈ શિંગાડીયાને પ્રસુતિની પીડા ઉપડતા 108ને કોલ કરી બોલાવી હતી. કોલ આવ્યાની થોડી જ ક્ષણોમાં 108ની ટીમ ઈએમટી કિશન રાજાણી અને પાયલોટ દેવસુરભાઈ ગઢવી સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

બે જિંદગીનો આબાદ બચાવ
ગોંડલ હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ ડિલિવરી કરાવવી જરૂરી હોવાથી આરોગ્યકર્મીએ એમ્બ્યુલન્સમાં જ ઈ.આર.સી.પી. ડો.અંજલિની ઓનલાઈન મદદ મેળવી એમ્બ્યુલન્સમાં જ સફળતાપૂર્વક ડિલિવરી કરાવી હતી. વધુ સારવાર અર્થે મહિલાને ગોંડલ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ નવજાત શિશુ તથા માતા બંને સંપૂર્ણપણે સ્વસ્થ છે. 108ના આરોગ્યકર્મીએ એમ્બ્યુલન્સમાં જ સફળતાપૂર્વક ડિલિવરી કરીને બે જિંદગીનો આબાદ બચાવ કર્યો હતો.

108 એમ્બ્યુલન્સ અનેક લોકો માટે દેવદૂત
રાજ્યમાં કોઈ પણ જગ્યાએ આરોગ્યલક્ષી કોઈપણ ઈમરજન્સી સેવાની જરૂર પડે તો 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા 24x7 દિવસ લોકોની મદદે આવવા તૈયાર રહે છે. 108 એમ્બ્યુલન્સ અનેક લોકો માટે દેવદૂત સાબિત થઈ છે.

Read more

રાજકોટ જિલ્લામાં ૮૬.૨૫ % N.F.S.A. રેશનકાર્ડ ધારકોનાં e-KYC ની કામગીરી પૂર્ણ

રાજકોટ જિલ્લામાં ૮૬.૨૫ % N.F.S.A. રેશનકાર્ડ ધારકોનાં e-KYC ની કામગીરી પૂર્ણ

“અન્ન સુરક્ષા હવે માત્ર હક્ક નથી, ગુજરાત સરકાર માટે આ જનહિતની શ્રેષ્ઠતા છે" - મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા ગરીબ કલ્યાણ અન્ન યોજના

By Gujaratnow
બામણબોરના ખેડૂતભાઈઓ માટે ખુશીના સમાચાર! રૂ ૨૬.૮૭ કરોડના ખર્ચે નવી સિંચાઈ યોજના શરૂ

બામણબોરના ખેડૂતભાઈઓ માટે ખુશીના સમાચાર! રૂ ૨૬.૮૭ કરોડના ખર્ચે નવી સિંચાઈ યોજના શરૂ

"ખેડૂતોને તેમના ખેતરમાં જ પાણીનું સંગ્રહ બનાવવાની 'ખેત તલાવડી' યોજના સરકાર દ્વારા અમલી" - મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા આ યોજના

By Gujaratnow
અમદાવાદ પ્લેન ક્રેશઃ માત્ર 32 સેકન્ડ હવામાં રહ્યું વિમાન

અમદાવાદ પ્લેન ક્રેશઃ માત્ર 32 સેકન્ડ હવામાં રહ્યું વિમાન

અમદાવાદ પ્લેન દુર્ઘટનાના એક મહિના પછી પ્રારંભિક તપાસ રિપોર્ટ આવી ગયો છે. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ 12 જુ

By Gujaratnow