સ્પીપામાં પરીક્ષાની ફી 1000 કરાતા PM સુધી રજૂઆત

સ્પીપામાં પરીક્ષાની ફી 1000 કરાતા PM સુધી રજૂઆત

યુપીએસસી દ્વારા લેવામાં આવતી વિવિધ પ્રકારની સનદીસેવાઓની ભરતી માટે લેવામાં આવતી પરીક્ષા માટે સ્પીપા તાલીમ વર્ગો ચલાવે છે. જેમાં સ્પીપાના તાલીમ વર્ગમાં જોડાયેલા વિદ્યાર્થીઓની સાથે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને માટેની પરીક્ષા નિ:શુલ્ક લેવાતી હતી.

આ પરીક્ષા માટેની ફી રૂ. 1000 કરવાનો નિર્ણય કરાતા તેની સામે શહેરના વાસણા વિસ્તારના સામાજિક અગ્રણી જયદીપ સિંહ વાઘેલાએ પીએમ અને સીએમ કાર્યાલયમાં લેખિતમાં રજૂઆત કરી છે. જેમાં તેમણે વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં આ નિર્ણયને સ્થગિત કરવાની પણ માગણી કરી દીધી છે.

જયદીપ સિંહ વાઘેલાએ કહ્યું છે કે,‘સ્પીપા દ્વારા યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરાવવામાં આવે છે. જે અંતર્ગત ગુજરાતનો કોઈ પણ વિદ્યાર્થી યુપીએસસીની તૈયારી કરતો હોય ભલે પછી તે સ્પીપાના વિદ્યાર્થીઓ હોય કે ના હોય તે આ પરીક્ષા કોઈ પણ ફીની ચૂકવણી વિના આપી શકતો હતો.

જેનો સીધો જ લાભ સ્પીપામાં પ્રવેશ ન મેળવી શકેલા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને મળતો હતો. જો કે હવે આ પરીક્ષા માટે રૂ. 1000ની ફી લેવાનું નક્કી કરાતા વિદ્યાર્થીઓના માથે આર્થિક બોજો પડશે. તેથી આ અંગે પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેેન્દ્રસિંહ ચુડાસમાને રજૂઆત કરી છે. સરકારે ગુજરાતના કોઈ પણ આર્થિક બેક ગ્રાઉન્ડમાંથી આવતો વિદ્યાર્થી યુપીએસસીમાં આગળ આવે તે માટે આ નિર્ણય સ્થગિત કરવો જોઈએ.’

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow