1000 ફૂટની ખીણમાં ટ્રક ગબડતાં 21નાં મોત
અરુણાચલ પ્રદેશના અંજાવ જિલ્લાના હાયુલિયાંગ વિસ્તારમાં એક ટ્રક 1,000 ફૂટ ઊંડી ખીણમાં પડી ગયો. આ અકસ્માતમાં ડ્રાઇવર અને ક્લીનર સહિત 21 લોકોના મોત થયા. બચાવ ટીમોએ 18 મૃતદેહ બહાર કાઢ્યા છે. આ અકસ્માત 8 ડિસેમ્બરે થયો હતો. ગુરુવારે માહિતી સામે આવી.
અકસ્માતમાં એક વ્યક્તિ બચી ગયો અને બે દિવસ ચાલ્યા પછી આર્મી કેમ્પ પહોંચવામાં સફળ રહ્યો. આર્મી રેસ્ક્યૂ ટીમો આજે સવારે ઘટનાસ્થળે પહોંચી, ઘટનાસ્થળે પહોંચવામાં 10 કલાકથી વધુ સમય લાગ્યો.
આ અકસ્માત 8 ડિસેમ્બરની રાત્રે થયો હતો ઘાયલ વ્યક્તિ બહાર નીકળવામાં સફળ રહ્યો અને હયુલિયાંગ-ચાગલાગામ રોડ પર પહોંચ્યો. બે દિવસ ચાલ્યા પછી, તે 18 ડિસેમ્બરે ચિપરા GREF કેમ્પ પહોંચ્યો. ત્યાં તેણે સૈનિકોને અકસ્માત વિશે જાણ કરી. ત્યારબાદ ગુરુવારે સવારે સેનાએ બચાવ કામગીરી શરૂ કરી. અકસ્માત સ્થળ ચાગલાગામથી આશરે 12 કિલોમીટર દૂર એક ડુંગરાળ અને ગીચ જંગલ વિસ્તારમાં આવેલું છે જ્યાં ટ્રાફિક ખૂબ ઓછો છે.